<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ઉનાના તીર્થ ધામ ગુપ્‍ત પ્રયાગમાં અમાસના લોકમેળાનો આરતી સાથે પ્રારંભ કરાવતા પુ.મુકતાનંદબાપુ

જુનાગઢઃ ઉનાનજીક આવેલા તીર્થધામ ગુપ્‍ત પ્રયાગ ખાતે અમાસ નિમિતે ૩ દિવસનો લોકમેળો યોજાય છે જેનો આરતી સાથે અખિલ ભારત સાધુ સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પુ.મુકતાનંદ બાપુ એ પ્રારંભ કરાવ્‍યો હતો આ મેળામાં આવનાર પ્રત્‍યેક ભાવિકો માટે વિનામૂલ્‍યે ભોજન પ્રસાદ ચા પાણી ની પુ. બાપુ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ગત રાત્રે ગુપ્‍ત પ્રયાગ નૃસિંહ મંદિર દેલવાડા ખાતે લોક સાહિત્‍યકાર રાજભા ગઢવી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્‍યામાં લોકો એ લાભ લીધો હતો તેમ કેતનભાઇ તેરૈયા એ જણાવ્‍યું હતું. (અહેવાલ : વિનુજોષી તસ્‍વીર મુકેશ વાઘેલા)

(12:14 PM IST)