<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના દર્શને ડો. પ્રવિણભાઇ તોગડીયા

જુનાગઢ : મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના દર્શને ડો. તોગડીયા તથા રણછોડભાઇ ભરવાડ તેમના સાથીદારો સાથે આવ્‍યા હતા. દરમ્‍યાન મંદિરના મહંત પૂ. સુખરામદાસબાપુએ તેઓનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્‍માનીત કરી આવકાર્યા હતા તેઓએ હિન્‍દુત્‍વના મુદે વાતચીત કરી હતી. અને સાધુ સંતોને કુંભ મેળાની વ્‍યવસ્‍થાઓ અંગે જાણકારી મેળવી હતી. આ તકે સુરેશભાઇ બજાણીયા, ગોધરનભાઇ ચૌહાણ રવિભાઇ ચૌહાણ સહિતના તમામ મેંદરડાના આગેવાનો તેમજ મહિલા સત્‍સંગ મંડળના બહેનો પણ સન્‍માનમાં સામેલ થયા હતા. પ્રવિણભાઇએ ભગવાનશ્રી રામજીની આરતી કરી રાજીપો વ્‍યકત કર્યો હતો. અને આવા કાર્યક્રમો વારંવાર અહીં થતા રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર  મુકેશભાઇ વાઘેલા, જાુનાગઢ)

(12:14 PM IST)