News of Tuesday, 3rd September 2024
સાવરકુંડલાઃ શિક્ષણમંત્રીના હસ્તે સુરત આચાર્ય સંઘના પ્રમુખ કિશોરભાઇ જાનીનું સન્માન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૩: સુરતમાં પી.પી. સવાણી યુનિવર્સિટી અને લાઈફ મોલ્ડિંગ એકેડમીના સંયુકત ઉપક્રમે પ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે ૩૧ ઓગસ્ટ, શનિવારે યોજવામાં આવેલ ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ ''આચાર્ય દેવો ભવ'' મોટીવેશનલ કાર્યક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવા બદલ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાનું અભિવાદન કરવામાં આવ્યું.
આ ત્રિવિધ કાર્યક્રમમાં સુરતના ઘણાબધા આચાર્યોના અભિવાદન સાથે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ કિશોરકુમાર નર્મદાશંકર જાનીની તાજેતરમાં ગુજરાત રાજ્ય આચાર્ય મહામંડળમાં ઉપપ્રમુખ તરીકે વરણી થવા ઉપરાંત બહોળા પ્રમાણમાં નીડરપણે શિક્ષણના વિશાળ હિતમાં સુંદર કામગીરી કરી રહેલ હોય, શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પી.પી. સવાણી યુનિવર્સિટીના મોભી વલ્લભભાઈ સવાણી અને પ્રોવોસ્ટ ડો. પરાગભાઈ સંઘાણી તથા લાઈફ મોલ્ડિંગ એકેડેમીના સ્થાપક ડો. સંજયભાઈ ડુંગરાણીના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
