<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મોરબીમાં વિઘ્નહર્તા દુંદાળાદેવ ગણેશજીને આવકારવા અનેરો ઉત્સાહ

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩: મોરબીમાં રામેશ્વર ફાર્મ,નવજીવન સ્કુલ ની બાજુમા, રવાપર ધૂનડા રોડ ખાતે આવેલું પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા.૦૭ સપ્ટેમ્બરના અને વિસર્જન તા.૧૭ સપ્ટેમ્બરના થશે.

દર્શનનો સમયઃ સાંજે ૭ થી ૧૧ આ દરમિયાન દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શન નો લાભ લેવા પટેલ ગ્રૂપ આયોજત ગણેશ મહોત્સવ નિમંત્રણ પાઠવે છે.

મોરબીના એસપી રોડ પર મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું થશે આયોજન.

મોરબીના યુવા વૃંદ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં એસપી રોડ પર કસ્તુરી હાઈટ્સની બાજુમાં મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવમાં તારીખ ૭ સપ્ટેમ્બર ને શનિવારના રોજ ગણપતિજીની સ્થાપના થશે. દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવશે. જ્યારે ૧૬ સપ્ટેમ્બર ને સોમવારના રોજ સમાપન થશે. તો આ ગણપતિ મહોત્સવમાં પધારી દર્શન અને આરતીનો લાભ લેવા સૌને સ્નોભર્યું હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

(1:49 PM IST)