<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

પાલનપુર જીલ્લાના સાગ્રોસણા ગામે વીજકરંટથી દંપતીનું મૃત્યુ : બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

માનજીભાઇ રાજસંગભાઇ જુડાલ અને તેમના પત્ની ભીખીબેન અંધારામાં ખેતર ફરતે લગાવેલા ઝટકા મશીનના તારમાં પ્રસરેલા કરંટથી એક બીજાને બચાવવા જતાં બંનેના મોત થયા

પાલનપુર તા.૩ :  પાલનપુરના સાગ્રોસણા ગામે દંપતીનું ઝાટકા મશીનના તારથી વીજકરંટ લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. દંપતી રવિવારે સવારે ખેતરમાં કોઈ કામથી ગયા હતા જ્યાં ખેતરના ફરેત ઝાટકા મશીનના જુના તારમાં પ્રસરેલા વીજ કરંટથી દંપતીનું મોત થયું હતું. દંપતીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ, પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે પશુપાલનના વ્યવસાયથી સંકળાયેલા માનજીભાઇ રાજસંગભાઇ જુડાલ અને તેમના પત્ની ભીખીબેન રવિવારે વહેલી સવારે તેમના ખેતરમાં પશુઓ દોહવા માટે ગયા હતા. આ દરમિયાન શૌચક્રિયા કરવા જતી વખતે અંધારામાં ખેતર ફરતે લગાવેલા ઝટકા મશીનના તારમાં પ્રસરેલા કરંટથી એક બીજાને બચાવવા જતાં બંનેના મોત થયા હતા. 

આ દરમિયાન 15થી 20 મિનિટ પછી તેમના ભાઈ આવ્યા ત્યારે ખેતરમાં ભાઈ ભાભીને ન જોતા શોધખોળ કરી હતી. જ્યાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, તારમાં વીજકરંટ કેવી રીતે પ્રસર્યો તે જાણી શકાયું નથી. વર્તમાન સમયે વીજ થાંભલા ઉપર વેલા વિંટળાયેલા જોવા મળે છે. તેમાંથી અર્થિંગના કારણે કરંટ ઉતર્યો હોય તેવું પણ બની શકે છે. માનજીભાઇ અને ભીખીબેનના પરિવારમાં બે પુત્રો છે. જેમાં એક પુત્ર શિક્ષક છે. જ્યારે બીજો પુત્ર ડેરીમાં ફરજ બજાવે છે.

(2:44 PM IST)