તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
વિસાવદર પોલીસ સ્ટેશનના વિરાભાઈ ગઢવીને એએસઆઈ તથા અવિનાશભાઈ પંડયાને હેડ કોન્સ્ટેબલનુ ખાતાકીય પ્રમોશન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન મળ્યુ છે. ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં ખાતાકીય બઢતીના દોર આપવાનું શરૂ થતાંની સાથે જ જુનાગઢ જિલ્લાના આર્મ તથા અનાર્મમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની પોતાની હાલની રેન્કથી આગળની રેન્કમાં પ્રમોશન આપી જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક તથા અન્ય અધિકારીઓના વરદ હસ્તે બઢતી રેન્ક એનાયત કરવામાં આવી રહેલ છે.
વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી વિરાભાઇ દાદાભાઈ ગઢવીને એ.એસ.આઈ.નું પ્રમોશન તેમજ સ્ટેશન પી.આઈ.ના રાઈટર અવિનાશભાઈ પંડ્યાને પોલીસ હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન રેન્ક આપી જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
