તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
હવે બાસમતી ચોખાની નિકાસનું કૌભાંડ? કચ્છના બંદરોએ ૨૦૦ કન્ટેનરની તપાસ
આયાત નિકાસના નામે કસ્ટમની મીઠી નજર તળે મોટા કૌભાંડો, સોપારીની દાણચોરી સાથે સંકળાયેલ પેઢીનું લાયસન્સ રિન્યુ, દેશદાઝ ધરાવતા અધિકારીઓની નિયુક્તિ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪: કેન્દ્ર સરકાર દ્વારા આયાત નિકાસ માટે રાષ્ટ્ર હિત માટે ઘડાયેલા કાયદાઓનો દુરુપયોગ કરી ગદ્દાર તત્વો મોટી રકમની ડ્યુટી ચોરી કરી દેશને આર્થિક નુકસાન પહોંચાડે છે. આવા દાણચોર તત્વો વિરુદ્ધ કસ્ટમ તંત્ર દ્વારા કડક પગલાં ભરવાને બદલે મીઠી નજર રખાય છે.
જે દેશ માટે નુકસાનકારક છે. સોપારી ની આયાત બાદ હવે કચ્છના મુન્દ્રા તેમ જ કંડલા બંદરે મિસ ડેક્લેરેશન દ્વારા બાસમતી ચોખાની નિકાસનું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે ૨૦૦ ક્ન્ટેનર ની તપાસ થઈ રહી છે. ઓર્ગેનિક ચોખાના નામે બાસમતી ચોખા વિદેશ નિકાસ કરાઈ રહ્યા હોવાની માહિતીના આધારે તપાસ થઈ રહી છે.
કેન્દ્ર સરકારે અત્યારે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, સોપારી દાણચોરી પ્રકરણમાં આયાતકાર પેઢી અને ક્સ્ટમ હાઉસ તરફ કસ્ટમનું કૂણું વલણ ચર્ચામાં છે. દાણચોરી જેવા કૃત્ય સાથે દેશ સાથે ગદ્દારી કરનાર વ્યાપારી પેઢી નું લાયસન્સ ફરી રિન્યુ કરનાર કોણ? એ મુદ્દા સાથે દાણચોરી માં ઝડપાયેલ પેઢીઓ તેમ જ મિસ ડેક્લેરેશન નો માલ ક્લિયર કરાવનારા કસ્ટમ એજન્ટો સામે એજન્સીઓની સયુંક્ત તપાસ થાય બેંક ખાતાઓની તપાસ થાય એ દેશહિતમાં છે.ᅠકસ્ટમ, ડીઆરઆઈમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ઊંડી તપાસ થવી જોઈએ. કેન્દ્ર સરકાર આ મામલે વધુ કડકાઈ દાખવે એ જરૂરી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
