<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

હળવદમાં ડામરનું બેરલ ઢોળાતાં મુકેશ અને બહેન આશા દાઝી ગયા

મુળ એમપીના ભાઇ બહેન ઇન્‍ડિયન  ઓઇલની સાઇટ પર કામ કરતાં હતાં ત્‍યારે બનાવઃ સારવાર માટે રાજકોટ ખસેડાયારાજકોટ તા. ૪: હળવદમાં જુના અમરાપર રોડ પર ઇન્‍ડિયન ઓઇલ કંપનીની સાઇટ પર મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના મુકેશ ગોરસીંગ ડામોર (ઉ.વ.૨૮) અને તેના બહેન આશાબેન રૂસમાર ડાંગી (ઉ.વ.૨૫) ગરમ ડામર પડતાં પગના ભાગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. બંને કામ કરતાં હતાં ત્‍યારે ગરમ ડામરનું બેરલ ઢોળાતા આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે હળવદ પોલીસને જાણ કરી હતી.

(10:50 AM IST)