<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

આ વેળા મોન્‍સૂન વીડ્રો થવામાં થશે વિલંબ!

રાજસ્‍થાન પર એન્‍ટી સાયકલોનના ઉદ્‌્‌ભવ થયા બાદ સપ્‍ટેમ્‍બર મધ્‍યેથી ચોમાસુ વિદાય થતુ હોય છે અને બાદમાં ગુજરાતમાંથી પણ આ વેળા સૌરાષ્‍ટ્રમાં ચોમાસુ થોડું લાંબુ ચાલશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૪ :.. હજુ ભાદરવો તો આવતીકાલથી શરૂ થશે જેથી આજ માટે ‘ભાદરવો ભરપુર' શબ્‍દો યથા યોગ્‍ય નહીં ગણાય.

સપ્‍ટેમ્‍બરમાં પણ વરસાદી જમાવટ હોય તેવું ઘણા વર્ષો બાદ સૌરાષ્‍ટ્રમાં હાલ જોવા મળી રહ્યું છે.

બે ઓફ બેંગાલની સિસ્‍ટમ પヘમિ તરફ મૂવ કર્યા બાદ હાલ ઉત્તર ગુજરાત બાદ રાજયના મધ્‍યભાગ અને સૌરાષ્‍ટ્ર તરફ વધી રહી હોઇ, વરસાદી જમાવટ જોવા મળી રહી છે. દસમી તારીખ પછી પણ વરાપની સંભાવના રહે છે. જો કે બાદમાં સપ્‍ટેમ્‍બરના પુરા થવા સુધીમાં સાર્વત્રિક નહીં પણ સૌરાષ્‍ટ્રના કેટલાક ભાગોમાં નવરાત્રી અને છેક દિવાળી સુધી છૂટા છવાયા વરસાદી ઝાપટાઓની શકતાઓને નકારી શકાતી નથી. તેના કેટલાક નકકર આધારો પણ છે.

સામાન્‍ય પણે સપ્‍ટેમ્‍બરના મધ્‍યે અર્થાત ૧પ મી સપ્‍ટેમ્‍બર પહેલા જ રાજસ્‍થાન પર એન્‍ટી સાયકલોન પવનો શરૂ થયે તે અન્‍ય સિસ્‍ટમ્‍સોને પાછી ધકેલે છે. જેથી દેશમાં મોન્‍સૂન વિડ્રો થવાની શરૂઆત રાજસ્‍થાન અને બાદમાં ગુજરાતમાં થઇ ચોમાસુ વિદાય લેતુ હોય છે પણ હોય છે આ વેળા શરૂ થનારી અલ નીનોની અસર, તાપમાનમાં હજુ પણ જોવા મળી રહેલો વધારો અને તેને કારણે બંગાળની ખાડીમાંથી હજુ પણ ક્રમશઃ ઉદ્‌્‌ભવતી સિસ્‍ટમ્‍સોના ક્રમને પગલે સૌરાષ્‍ટ્રમાં ચોમાસુ ઓણ સાલ લાંબુ ચાલી શકવાની સંભાવનાઓને નકારી શકાતી નથી.

(11:04 AM IST)