<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

નાના માચીયાળા અને સાવરકુંડલાના ચિખલીમાં યુવાનના ઝેરી દવા પી જતા મોત

અમરેલી જિલ્લામાં કમોતના વધુ બે બનાવો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૪:અમરેલી જિલ્લામાંદિનપ્રતિદિન કર્માતના બનાવોમાંચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે રહેતાં મનિષભાઈ રવજીભાઈ પરમાર ઉ.વ. ૩૦ને કોઈ કામધંધો ચાલતો નહોવ અને કામ મળતું ન હોય જેથી દા તાલુકાનાચિખલી ગામે રહેતાં ઝેરી દવા પીજતાં સારવાર ટે અમરેલી સિવીલ હોસ્‍પિટલમાં ખસેડાતાં સારવાર દરમિયાન મોત નિપજયાનું મહેન્‍દ્રભાઇ રવજીભાઈ પરમારે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં સાવર કુંડલા તાલુકાના ચિખલ લાલજી માઈ સુખાભાઇ હાડીયા, લાલજીમાઈ તેનાથી કામ ન હોય અને તેડવા માટે આવેલ હોષ અને મરણજનારને જવા દેવા ન હોય અને જાહેર કરનારની બહેનને લઈ જવાહોય જેથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું રમેશભાઈ સોંડાભાઇ બલદાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

 

ટ્રાફિકને અડચણરૂપ લારી અને વાહન રાખતાં

અમરેલી અને રાજુલામાં ટ્રાફિકને અડચણરૂપ લારી અનેછકડોરિક્ષા રાખતાંપોલીસે અમરેલી નાગનાથ પોલીસચોકી નજીકહનીફ મહમદભાઇ મલેકપોતાની ઇમિટેશનની લારી જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપરાખતાંતેમજ રાજુલામાં જાફરાબાદના લોઠપુર ગામના હારૂન તૈયબભાઈ બુકેરાએ પોતાની છકડો રિક્ષાજી જે ૧૨ એકસ ૫૪૩૩માં લોખંડના પાઈપ બહાર કાઢી જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખી ગુનો કયાની પોલીસે બંને વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા સાત સ્‍થળોએ જુગારના દરોડા

અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા સાત સ્‍થળોએ જુગારના દરોડાઓ પાડીને ૨૭ શકુનીઓને રોકડ રૂા. ૪૫ હજાર ઉપરાંત્તના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. ખાંખા તાલુકાના લાસા ગામની સીમમાં ઉમેશભાઈ ઉર્ફે લાલભાઈ સોમનાથબાઈ જોપીની વાડીમાં સુખા મોહનભાઈ સરવૈયા, પથ્‍થુ જૈતસુરભાઇ વાળા, દેહુર માણાભાઈ કામળીયા સહિત ૭ શખ્‍સોને પો. કોન્‍સ. પ્રદિપભાઈ વાળાએ બતીના અજવાળે જુગાર રમતા રોકડ રૂા. ૧ ૪, ૨૬૦ સાથે, ખાંભાના જામકા ગામની સીમમાં ખરાબાની જમીનમાં હારજીતનો જુગાર રમતાં લાલજી જસાભાઈ જાદવ, જોગુબાપુભાઈ પરમાર, જયસુખ જોરૂભાઇ સોલંકી સહિત પશખ્‍યોનેપો. કોન્‍સ. રાજુભાઈ બોદરે રોકડ રૂા. ૧ ૨,૪૫૦ સાથે, લાઠીમાં લાઠી કોરિયારોડ ખોડિયાર નગરમાં બતીના અજવાળે જુગાર રમતાં ભરત બટુકભાઈ ગાંભવા, હિતેષ મધુભાઇ મકવાણા સહિત ૪ શખ્‍સોને પો. કોન્‍સ. શૈલેષભાઈ કામળીયાએ રોકડ રૂા. ૧૦,૧૫૦ સાથે, દામનગરના પાડરસીંગા ગામે બળવંત દેવજીભાઇ મકવાણા, હિતેષ ઉર્ફે લાલો પરશોતમમાચારોલા સહિત ૪ શખ્‍સોને પો. કોન્‍સ. લાલજીભાઈ પરમારે રોકડ રૂા. ૪૦૭૦ સાથે, બાબરામાં યુનુસરાયમલભાઈ કુરેશી, જગદિશ ભીખાભાઈ મારૂ, હિતેષ કાળાભાઇ સરવૈયા સહિત પ શખ્‍સોને પો.કોન્‍સ. છત્રપાલસિંહ ગોહિલે રોકડ રૂા. ૨૭૦૦ સાથે, અમરેલી બહારપરા વેલનાથ મંદિર પારો અમિત કાળુભાઈ સોલંકી સહિત ૨ શખ્‍સોને પો.કોન્‍સ. વનરાજભાઈ માંજરીયાએ રોકડ રૂા. ૨૨૪૦ સાથે ઝડપી પાડયા હતાં.

(11:07 AM IST)