<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગોંડલના ભોજરાજપરામાં અતિ જર્જરિત બનેલી જૂની પોલીસ ચોકી તોડી પાડવા લતાવાસીઓની રજુઆત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪:ભોજરાજપરા નાં  લતાવાસીઓ એ નગરપાલિકા,પ્રાંત અધિકારી તથા સીટી પોલીસ ને કરેલી રજૂઆત માં  જણાવ્‍યુ કે ભોજરાજપરા શેરી નંબર ૧૬ વિસ્‍તારમાં આવેલ જુની તાલુકા પોલીસ સ્‍ટેશન વાળી જગ્‍યા અતિ ઝરઝરીત હાલતમાં છે અને માનવ જીંદગી ઉપર ખતરો થાય તે રીતે તેનો સ્‍લેબ નમી ગયો છે. જે દુર કરવાની કામગીરી તાત્‍કાલિક જરૂર છે,અહીંયા તે વિસ્‍તાર ના નાના બાળકો ક્રિકેટ રમતી વખતે ઘણી વાર બોલ લેવા અહીં જતા હોય છે કે કયારેક છુપા છૂપી રમતા રમતા અહીં સંતાઈ જતા હોય ત્‍યારે આ કાટમાળ અંગે દરેક વાલીઓ ચિતિત બને તે સ્‍વાભાવિક છે. ઉપરોક્‍ત જગ્‍યા અંગે તંત્ર ને ખ્‍યાલ છે. તેથી ૧૫ થી ૨૦ વર્ષ થી ત્‍યાં કાર્યરત તાલુકા પોલીસ સ્‍ટેશન ને બીજે ફેરવી નાખેલ છે.પરંતુ આ જગ્‍યા ત્‍યારબાદ એમને એમ પડુપડુ હાલતમાં છે, આ બિલ્‍ડિંગ માં  લોકો કચરો  ફેકતા  હોય  ગંદકી, મચ્‍છર, જીવજંતુ ફેલાવી દુર્ગંધ કરે છે.  આ જગ્‍યા ની અડી નેજ નવા મકાન નાં બાંધકામ માટે ખોદાણ ચાલું કરવાનું હોય ત્‍યાં કામ કરતા મજૂર અથવા કારીગરો ની ઉપર આ ઝરઝરિત બિલ્‍ડિંગ ની દીવાલ ઘસી પડે અને જીવહાની થાય તેવી પુરી સંભવના છે.

એક વર્ષ પેહલા પણ જર્જરિત બિલ્‍ડિંગ અંગે તંત્ર ને જાણ કરાઇ હતી.  પરંતુ કોઈ પગલાં લેવાયેલ નથી તો ગંભીરતા  લઈ અતિ જર્જરિત બનેલુ આ બિલ્‍ડિંગ જમીનદોસ્‍ત કરવા તાત્‍કાલિક ધોરણે  યોગ્‍ય કરવા જણાવાયું છે.

(11:50 AM IST)