<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

પડધરીની બે વર્ષની બાળાને ચાંદીપુરા વાયરસથી સિવિલના તબિબોએ મુકત કરાવીઃ પરિવારજનો રાજી થઇ ગયા

દોઢ મહિનો સુધી ઝનાના હોસ્‍પિટલ બાળ વિભાગના વડા ડો. પંકજ બુચની રાહબરીમાં ટીમોએ સઘન સારવાર આપી

રાજકોટ તા. ૪: ગુજરાત સીહત અન્‍ય રાજ્‍યમાં ચાંદીપુરા વાયરસે આરોગ્‍ય તંત્રને દોડતુ કરી દીધુ હતું. રાજકોટ સિવિલ હોસ્‍પિટલ સંલગ્ન ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાના દર્દીઓ માટે ખાસ વોર્ડ શરૂ કરાયો હતો. અહિ  પડધરીની બાળકીનેચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે ગત તા.૧૮-૦૭ના ં દાખલ કરવામાં આવી હતી. તબિબો અને નર્સિંગ સ્‍ટાફની ટીમે આ બાળકીની સતત દોઢ માસ સારવાર કરતાં તે સંપુર્ણ સ્‍વસ્‍થ થતાં પરિવારજનોને સોંપાતા સોૈએ તબિબો, નર્સિંગ સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 પડધરીમાં રહેતાઅને મૂળ મહીસાગરના સુરેશભાઈ નીનામાની પુત્‍ીર વેદિકા (ઉ.વ.૨)ને તાવ સહિતના લક્ષણો દેખાતાં તેણીને ગત  તા.૧૮/૦૭ના રોજ રાજકોટ ખસેડાતાં નિદાન થતાંચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા ઝનાના હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ ક પોઝિટિવ આવ્‍યો હતો. દરમિયાન આ બાળકીની તબિયત વધુ લથડતા તેણીને વેન્‍ટિલેટર પર રાખવામાં આવી હતી. વાયરસ તેના મગજ, હ્રદય, લીવર અને કિડની પર ગંભીર અસર કરતો હતો. પરંતુ તબીબોએ હિંમત હારી નહોતીઉ તબીબો, નર્સિંગ સ્‍ટાફે સતત ૨૦ દિવસ વેન્‍ટિલેટર અને બાકીના દિવસો ઓક્‍સિજન પર રાખી હતી. સઘન સારવાર કરી હતી.

અંતે દોઢ માસ બાદ આ બાળકી સંપુર્ણ સ્‍વસ્‍થ થઇ ગઇ હતી. તેને સ્‍વસ્‍થ કરી પરિવાજનોને સોંપાતા તેઓ રાજી રાજી થઇ ગયા હતાં અને તમામ તબિબો, નર્સિંગ સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.  બાળ રોગ વિભાગના વડા ડો.પંકજ બુચ તેમની ટીમના સભ્‍યો ડો.પલક હાપાણી, ડો.આરતી મકવાણ, ડો. સુરભી, ડો. સરિતા, ડો.શ્રેયા, ડો.આરતી સૂત્રેજા અને જુનિયર રેસિડેન્‍ટ તબીબોએ સારવાર આપી હતી. હવે  હોસ્‍પિટલમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ ૧ અને નેગેટિવ ૩ દર્દી સારવાર હેઠળ છે.

(12:02 PM IST)