<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

સુત્રાપાડામાં ડો. ભરતભાઇ બારડ શૈક્ષણિક સંકુલમાં જિલ્લા ક્‍ક્ષાની બહેનોની ખો-ખો હરીફાઇનો જશાભાઇ બારડના હસ્‍તે પ્રારંભ

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૪ : ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ડો.ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં સોમનાથ જિલ્લાની બહેનોની અંડર ૧૭ અને અંડર - ૧૯ ની ખો-ખો ની હરીફાઈનો શુભારંભ રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના આધ્‍યા સ્‍થાપક જશાભાઈ બારડની વિશેષ ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ.

 સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી ગીરસોમનાથના સંયુક્‍ત ઉપક્રમે ૬૮ માં અખિલ ભારતીય શાળાકીય સ્‍પર્ધામાં જિલ્લા કક્ષાની ખો-ખોનું આયોજન સુત્રાપાડા મુકામે થયેલ હતું.

જિલ્લાના ૬ તાલુકામાંથી વિજેતા થયેલ ટિમ આગળ જીલ્લા કક્ષાની હરીફાઈમાં ભાગ લેવા માટે સુત્રાપાડા મુકામે આવેલ હતી અને આમાથી વિજેતા થયેલ ટિમ રાજ્‍ય કક્ષાએ રમવા જશે.

 આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે પ્રધાનમંત્રીએ નરેન્‍દ્રભાઇ મોદી હર હંમેશ રમત ગમત ને પ્રોત્‍સાહન આપે છે અને તેઓના પ્રયાસો અને નાના ખેલાડીઓ ને મળેળ પ્રોત્‍સાહન થકી આજે ઓલમ્‍પિક જેવી રમતો માં પણ ભારત દેશ મેડલો મેળવતું થયું છે.

ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં સરખડી ગામના વાતની વરજંગભાઈ વાળા નિવળત વ્‍યાયામ શિક્ષક તેમજ ગુજરાત રાજ્‍યના પૂર્વ વ્‍યાયામ મંડળના પ્રમુખ વરજાંગભાઈ વાળા જેઓએ વોલીબોલ ખેલાડીઓ ખાસ કરીને દીકરીઓને પ્રોત્‍સાહન અને કોચિંગ આપી આંતરરાષ્‍ટ્રીય કક્ષા સુધી રમત ગમતમાં ભાગીદાર બનાવેલ હતા તેઓની રમત ગમત ક્ષેત્રે સેવાઓ બદલ ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે શાલ અને પુષ્‍પગુચ્‍છ સાથે તેઓનું સન્‍માન કરેલ હતું.

 આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની સાથે ગુજરાત રાજ્‍યના પૂર્વ વ્‍યાયામ મંડળના પ્રમુખ વરજાંગભાઈ વાળા, તાલુકા વિકાસ અધિકારી ચાવડાભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જુબેરભાઈ, બાબુભાઇ જમાદાર, માધ્‍યમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરી, પૂર્વ પ્રમુખ ગુણવંતસિંહ ઝાલા, ગિરસોમનાથ જિલ્લા શાળાકીય સ્‍પર્ધાના કન્‍વીનર પિયુષભાઇ કછેલા, છ તાલુકામાંથી આવેલ ટીમોના કોચ તથા ખેલાડી બહેનો હાજર રહેલ હતા

(12:04 PM IST)