તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
જુનાગઢ જીલ્લાના પ૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપતા એસપી

જુનાગઢઃ જીલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા પ૬ પોલી કર્મચારીઓને એસપી હર્ષદ મહેતા દ્વારા બઢતી આપવામાં આવેલ છે. જેમાં ૧૯ અનાર્મ હેડ કોન્સ.ને એએસઆઇ તેમજ ૯ આર્મ હેકોને એએસઆઇ અને એમટીના બે હેડ કોન્સ.ને એએસઆઇ અને ૧૯ અના પોકો.ને હે.કો. તેમજ ૪ આર્મ પો.કો.ને હે.કો. તરીકે અને ર આર્મ પો.કો. (એમ.ટી.) ને હે.કો. અને ૧ આર્મ કો. થી હે.કો. તરીકે બઢતી આપવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને પોલીસ પરિવારના આ કર્મીઓને કેડેટના યુનિફોર્મ અને સ્ટાર લગાવી સન્માનીત કરાયા હતા. જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સર્વશ્રી બી.સી.ઠક્કર, એ.એસ.પટ્ટણી, હિતેષ ધાંધલ્યા, ડી.વી.કોડીયાતર સહીતના અધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવેલ પોલીસ કર્મચારીઓને અભિનંદન આપવામાં આવેલ હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
