<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

પોરબંદર લોકમેળાના નિષ્‍પક્ષ આયોજન અંગે લોકોની આશા ફળી નહીં....?

(હેમેન્‍દ્રકુમાર પારેખ, સ્‍મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૪: જન્‍માષ્‍ટમીના પાંચ દિવસનો લોકમેળો એક દિવસ યોજાયા બાદ ભારે વરસાદ થતાં આ લોકમેળો રદ કરવો પડયો હતો. પરંતુ લોકમેળાના આયોજન અંગે અનેક ચર્ચા થઇ રહી છે.

નગરપાલિકા દ્વારા પાંચ દિવસના  શીતળા સાતમ અને જન્‍માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવેલ ઘણા લાંબા સમયથી આ નગરપાલિકા દ્વારા યોજાતા આ લોકમેળાનું આયોજન સરકાર હસ્‍તક કરવામાં આવેલ અને લોકમેળો અને ભ્રષ્ટાચાર થાય નહીં તે માટે અને ધંધાર્થીઓને પણ સ્‍ટોલ વિગેરે તેમજ રાઇડ્‍સનાં ધંધાર્થીઓને પણ મુશ્‍કેલી પડે નહિ. અને વ્‍યાજબી ભાવે મેળા ગ્રાઉન્‍ડમાં જગ્‍યા મળી રહે તે સબંધે પોરબંદર જિલ્લાના પૂર્વ કલેકટર કે. ડી. લાખાણીએ લોકલાગણી અને મેળાના ધંધાર્થીઓને રજૂઆતને ધ્‍યાનમાં લઈ સરકારશ્રીના હસ્‍તક મેળાનું આયોજન કરવાનું નક્કી કરેલું.

સંપૂર્ણ લોકમેળાની પ્રક્રિયા કલેકટરે  કરતા અને તેની જવાબદારી અત્રેના પ્રાંત અધિકારીની નિમણૂક કરી તેમના સુપરવિઝન માર્ગદર્શન કરેલ લોકોને આશા હતી કે આ વખતે ભ્રષ્ટાચાર થશે નહિ. અને જાહેર હરાજીથી સ્‍ટોલ અને રાઇડ્‍સની જગ્‍યા વ્‍યાજબીભાડાના દરથી મળી રહેશે. કંઈક અંશે નાના મોટા રાઇડ્‍સનાં ધંધાર્થીઓને અત્રેના જૂના ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર પ્‍લોટિંગ કરી અને જગ્‍યાઓ ભાડા પેટે આપવામાં આવી ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ રિઝર્વ અને સરકાર હસ્‍તક છે.

સિટી સર્વેમાં તેનો નં.૧૬૫૫ રેકર્ડ પર છે છેલ્લા ૧૦૦ વર્ષથી એટલે કે દેશી રજવાડાનાં સમયથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ વસ્‍તીના પ્રમાણે લોકમેળાનું આયોજન ત્રણ દિવસનો થતો અને જે રાજ્‍ય હસ્‍તક હતો તેની આવક પોરબંદરનાં શેહેરી વિકાસ અર્થે વપરાતી ૧૯૪૮ પછી પોરબંદર નગરપાલિકા હસ્‍તક મેળાનું આયોજન કરવામાં આવતું અને ત્‍યારે પણ ત્રણ દિવસનો હતો. ૧૯૬૦ પછી પાંચ દિવસનાં મેળાનું આયોજન થયું.

રાજ્‍યના વખતમાં દેશી રમતો રમાતી આ મેળો લોકમેળો નહિ ધાર્મિક માન્‍યતા સાથે સાંસ્‍કળતિક મેળો ગણાય છે. નગરપાલિકાના હસ્‍તકના આ લોકમેળામાં અગાઉ અમુક દેશી રમતો અને સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજવામાં આવતા નહી. પણ ૧૯૬૦ પછી ક્રમશ ક્રમશ સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થા અને સરકારશ્રીના સંકલનથી મેળા આયોજન શરૂ થયાં.

સંસ્‍કળતિ કાર્યક્રમોનું આયોજન પુનઃ શરૂ થયું. એક સમયે આ મેળો સાત દિવસના મેળાનું આયોજન થયું અને ત્‍યાર બાદ શ્રાવણ માસમાં વરસાદ પડતા મેળો ૨ થી ૩ વખત બંધ રાખવો પડેલ આ મેળાની આવક વિકાસ કાર્યોમાં વપરાતી સમય જતાં આ મેળો સંસ્‍કળતિ મેળાના નામે લોકમેળો બની ગયેલ અને નગરસેવકો દ્વારા અને નગરપાલીકાનાં પ્રમુખ વહીવટી તંત્રનાં સંકલનથી યોજાતો અને ટેન્‍ડર પ્રક્રિયાથી મેળામાં જગ્‍યા ભાડે અપાતી.

ચર્ચિત છે કે તંદુરસ્‍તી અને નિષ્‍પક્ષતા રહી નથી અને અંદરો અંદર ચર્ચા મુજબ ભાગબટાઈનાં કવરો અને મિલીભગતથી સ્‍થાપિતહિતોએ તટસ્‍થતા નેવે મૂકી કવરોમાં ભાગ બટાઈ શરૂ કરેલ? રાજ્‍યનાં એક વખતમાં લોકમેળાની આવક હજારો રૂપિયામાં હતી. ત્‍યાર બાદ લાખોમાં થઇ. અને વર્તમાન સમયમાં કરોડ રૂપિયા ઉપર પહોંૅચી ગઇ. જ્‍યારથી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્‍યું એજન્‍ટો દ્વારા પસંદગીના સ્‍ટોલો ભાડે મેળવી લેતા અને આ સ્‍ટોલો ચર્ચિત હકીકત પ્રમાણે ભાડાની રકમ કરતા ચાર થી પાંચ ગણી મેળવી આપી દેતા જે અંગે ઉહાપો પણ થયેલો.

ચારેક વર્ષ પહેલાં નગરપાલિકામાં ભાજપના નગરસેવક પંકજભાઇ મજીઠીયા પ્રમુખ સ્‍થાને આવ્‍યા ત્‍યારપછી તેના વહીવટમાં થોડો સુધારો આવ્‍યો અને આ મેળાની આવક તમામ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની માટે ફાળવી અને મળતદેહ વિનામૂલ્‍યે અગ્નિસંસ્‍કાર કરવા આયોજન કર્યું જે આજે અમલમાં છે પરંતુ હવે પૂર્ણ રકમ આવકની જમાં થતી નથી ૨૦ લાખ રૂપિયા જેટલી બજેટમાં  ફળવામાં આવે છે.

અગાઉ નગરપાલિકાનાં પ્રમુખ લાલજીભાઇ હિરાભાઇ પાંજરીનાં કાર્યકાળમાં મળતદેહને અંતિમંસ્‍કાર માટે નજીવા દરે અગ્નિસંસ્‍કાર આપવામાં આવતો તેમાં વધારો થતાં  પોરબંદરની સિવિલ કોર્ટમાં જાહેરહિતનો દાવો પ્રેસમિડિયાનાં માધ્‍યમથી દાખલ કરવામાં આવેલો અને એડવોકેટ તરીકે  સ્‍વ. ગનુભાઈ વાજાએ લડત આપેલી સૌરાષ્‍ટ્રની જુદીજુદી પાલિકામાંથી માહિતી એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરતા સિવિલ કોર્ટએ કાયમી સ્‍ટે આપ્‍યો ભાવ વધારા સામે અને ત્‍યાર બાદ મળતદેહ વિનામૂલ્‍યે અગ્નિસંસ્‍કાર કરાય છે.

રાજ્‍યના સમયમાં હિન્‍દુ સંસ્‍કાર માટે મહાજન દ્વારા  સંચાલન કરી લોકફાળો કરવામાં આવતો તેમજ નબળા વર્ગને રાહત મળતી. પરંતુ મહાજન પોહચી નહિ શકતા આર્થિક રીતે નગરપાલિકાને સોંપવામાં આવ્‍યું અને હાલ ત્‍યારથી નગરપાલિકા કરે છે. હાલ તો ઇલેક્‍ટ્રિકમાં પણ વિનામૂલ્‍યે અગ્નિસંસ્‍કાર કરાય છે. જ્‍યારે આ લોકમેળાની આવક આ રીતે વપરાય છે તેમ છતાં સ્‍થાપિહિતો પ્‍યાસ બુઝાવી શકયા નહિ. જેથી ૮ આંકડાની આવક માત્ર ૬ થી ૭ આંકડાની આવક થાય છે તેવુ ચર્ચિત બન્‍યું છે. ચાલુ વર્ષે વિક્રમ સવંત ૨૦૮૦ અને ઈ.સ. ૨૦૨૪મું મેળાનું આયોજન થયું કરોડ રૂપિયા ઉપર આવક જાહેર થયું, પરંતુ  મેઘરાજાએ રોદ્ર સ્‍વરૂપ બતાવ્‍યું જેના કારણે આયોજન કરાયેલ મેળો જન્‍માષ્ટમીથી બંધ કરવામાં આવ્‍યો. સ્‍ટોલોની તેમજ રાઇડ્‍સની તેમજ જગ્‍યાની ભાડાની આવક સારી થય અને જાહેર હરાજીથી પાથરણાં સહિતની જગ્‍યા ભાડેથી આપવામાં આવી દેવયોગે  વરુણ દેવ મન મૂકીને વરસ્‍યા જેથી પાલિકાએ મેળો બંધ રાખવાની ફરજ પડી જેથી જીએસટી.ની રકમ સાથે ભાડાની રકમ પરત આપવી પડી. પરંતુ તે પેહલા ચર્ચિત હકીકત મુજબ રાઇડસનાં આક્રા નિયમો વચ્‍ચે રાઇડસનાં ધંધાર્થીઓએ લાઇસન્‍સ ફરિજયાત લેવાનું હતું.

આ ધંધાર્થીઓએ રાઇડ્‍સનું લાઇસન્‍સ મેળવા માટે સંકલન કરી વહીવટી માર્ગદર્શન મેળવી લાઇસન્‍સ મેળવા અરજી કરી પણ તા. ૨૫ નાં શીતળા સાતમનાં દિવસે મેળાનું ઉદઘાટન થઇ જતાં કોઈ આડોડાઈ થી ચર્ચિત હકીકત પ્રમાણે મંજૂરી મોડી આપવામાં આવી કારણ કે વચેટિયાઓ મેદાને હતાં અને કહેવાય છે કે, એક અંક ગણિતના એક રાઇડ્‍સના ૫ આંકડાની રમત મંડાણી અને તેના સફળતા મળી ત્‍યાર બાદ રાત્રે છેટ મંજૂરી આપવામાં આવી તેવી ચર્ચા. જોકે નાગરિકો અને રાઇડ્‍સ સ ધંધાર્થીઓએ સવારથી મંજૂરી માટે તલપાપડ થતા હતા અને નાગરિકો રાઇડમાં બેસવા માટે પ્રતીક્ષા કરતા હતા અને વિવિધ પ્રકારની રાઈડ્‍સની ટીકીટ સંકલનથી ગત. વર્ષના ભાવ કરતા ઊચો ભાવ હતો અંદાજે ૧૦ રૂપિયા વધુ ભાવથી ટીકીટ રખાય હતી. કેટલાક ધંધાદારી રાઈડ્‍સ ૫ દિવસ કોન્‍ટ્રાકટ પદ્ધતિથી ભાડે રાખી હતી. ત્‍યારે તેમની આર્થિક પરિસ્‍થિતી કથળી છે. ત્‍યારે પાંચ આંકડા મેળવનારએ સહાનુભૂતિ તો દર્શાવી નહિ ત્‍યારે ધંધાર્થીઓની કરુણતા સર્જાણી અને તે દેવામાંથી મુક્‍ત થઈ શકશે કે કેમ?  આ બાબતમાં ઊંડી તપાસ અને ઉચ્‍ચ કક્ષાએથી થાય તેવી માંગણી થઇ રહી છે.

(2:19 PM IST)