News of Wednesday, 4th September 2024
કચ્છના રણોત્સવના ટેન્ડરની પ્રક્રિયાને લલ્લુજી એન્ડ સન્સે હાઈકોર્ટમાં પડકારી
દર વર્ષે રણોત્સવની કામગીરી કરતા લલ્લુજી એન્ડ સન્સે આ વખતે રણોત્સવની કામગીરી અન્યને સોંપવામાં આવતા, ટેન્ડરની પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી

કચ્છમાં દર વર્ષે રણોત્સવની કામગીરી કરતા લલ્લુજી એન્ડ સન્સે આ વખતે રણોત્સવની કામગીરી અન્યને સોંપવામાં આવતા, ટેન્ડરની પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી છે. આ વર્ષે રણોત્સવનું કામ પ્રવેગ નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. જ્યારે લલ્લુજી એન્ડ સન્સ 2013થી રણોત્સવની કામગીરી કરતું આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટમાં લલ્લુજી એન્ડ સન્સે ટ્રાન્સપોર્ટના નિયમો મુજબ યોગ્ય ના હોવા છતા ટેન્ડર ફાળવ્યું હોવાનુ જણાવ્યું હતું. હાઈકોર્ટે બન્ને પક્ષની દલિલોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
