તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 5th September 2024
પૌત્ર સતત રડતું હોય શાંત ના થતા ગુસ્સામા લાલચોળ દાદીએ બેહરમીથી બચકાં ભરીને મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી જિલ્લાના રજસ્થળીમાં માત્ર 14 માસના માસૂમની હત્યા

અમરેલી જિલ્લાના રજસ્થળીમાં માત્ર 14 માસના માસૂમની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં બાળક સતત રડતું રહેતું હોવાથી ક્રોધે ભરાયેલી તેની દાદીએ જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થળી ગામના રહેણાંક મકાન ઘોડિયા નજીક એક બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક બાળકના દાદા હુસૈન બચુભાઈ સૈયદે જાણ કરતાં અમરેલી તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જ્યાં બાળકના શરીર પર હાથ-પગ અને મોંઢા પર બચકાંના નિશાન જોવા મળ્યા હતા. તેમજ શરીરમાં મુઢમાર વાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતુ. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં બાળકની હત્યા તેની દાદીએ જ કરી હોવાનું ખુલ્યું હતુ. હકીકતમાં હુસૈન સૈયદનો દોઢ વર્ષીય પૌત્ર તેની દાદી ફૂલચંદબાનુ સૈયદ સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન પૌત્ર રડવા લાગ્યો હતો. જેથી ફૂલચંદબેને તેને શાંત રાખવા પ્રયત્ન કર્યા હતા. આમ છતાં પૌત્ર શાંત ના થતા ગુસ્સામા લાલચોળ ફૂલચંદબેને બાળકને બચકાં ભરીને બેરહેમીથી ફટકાર્યો હતો. જેના કારણે તેમના પૌત્રનું મોત થયું હતુ. હાલ તો પોલીસે પૌત્રને મોતને ઘાટ ઉતારનાર હત્યારી દાદીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
