હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરના નેસિયા ગામે ઉંડા કૂવામાં ૭ મહિનાનું દીપડાનું બચ્ચુ પાઇપ પકડી બેસી રહ્યુને જીવ બચ્યો
વન વિભાગે પીંજરૂં કુવામાં ઉતારીને રેસ્કયુ કર્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૬: તળાજા ફોરેસ્ટ એ આજે નેશિયા ગામે કુવામા પડેલ દીપડાના બચ્ચાને કૂવામાં પાંજરું ઉતારી ને જીવ બચાવ્યો હતો.જોકે આ બચ્ચા એ કુવાની અંદર રહેલ પાઇપ લાઈન પકડી ન રાખી હોત તો તે સ્થિતિ જુદી નિર્માણથઈ હોત!
તળાજા પંથકમાં દીપડાઓની વસ્તી વધીરહી છે તેમ લોકોમાં જાગૃતતા પણ જરૂરી છે.નેશિયા ગામના ખેડૂત શક્તિસિંહ પોપટભા ગોહિલ ની વાડીના શ્રમિક વાડીએ હતા તે સમયે કૂવામાથી અવાજ આવતા નઝર કરતા દીપડો કુવામાંની પાઇપ પકડી ને જીવ બચાવી બેઠોહતો.
તેની જાણ તળાજા ફોરેસ્ટ ને થતા રાજુ ઝીંઝુવાડિયા એ સ્ટાફ ને તૈયાર કરી પાંજરું દોરડા લઈ કૂવામાં નાખી ને દીપડા ને પાંજરે લઈ ને જીવ બચાવ્યો હતો. સાતેક માસ નું બચ્ચું રાત્રી દરમિયાન પડ્યું હોવાનું અનુમાન છે.પાંજરે પુરાયેલ બચ્ચું કુવામાંથી બહાર નીકળતા જ ઓરિજન રૂપમાં આવી ગયું હતું.ઘુરકિયું કરવા લાગેલ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
