<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કચ્‍છના ફત્તેહગઢ ગામે માતાનું ઢીમ ઢાળી દીકરીનું અપહરણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬: કચ્‍છના રાપર તા.ના ફત્તેહગઢ ગામે લોટ દળાવી યુવાન દીકરી સાથે પરત ઘેર ફરી રહેલ પ્રૌઢ વયની માતાની છરીના ઘા વડે નિર્મમ હત્‍યા કરી દીકરીનું અપહરણ કરી જવાના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે વેરશી બાબુ કોળીએ આરોપી રવિ હીરા કોળી સામે હત્‍યા અને અપહરણ ની ફરિયાદ નોધાવી છે. રવિએ ૫૦ વર્ષીય જમણીબેન બાબુ કોળીને છરી ના ઘા ઝીંકી યુવાન દીકરી શિલ્‍પા ને ઉઠાવી નાસી છૂટ્‍યો હતો. બે મહિના પહેલા આરોપી રવિએ ફરિયાદી વેરશીની બેન શિલ્‍પા ને લઇ નાસી ગયો હતો. પણ એ કેસમાં સમાધાન થયું હતું. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:19 AM IST)