<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ભુજના માધાપરની પરિણીત યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્‍કર્મ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬: કચ્‍છમાં દુષ્‍કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભુજના માધાપર ગામે રહેતી પરિણીત યુવતીએ સોશ્‍યલ મીડિયામાં તેના ફોટાᅠ વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્‍કર્મ ગુજારવા અંગે ધવલ હીરાભાઈ દવે (ગરવા) વિરુદ્ધ ફરિયાદ કરી છે. માંડવી અને નખત્રાણા ની હોટલ મધ્‍યે તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચરાયુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(10:19 AM IST)