<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

તલગાજરડાના ચિત્રકૂટધામ ખાતે વેદપાઠનો પ્રારંભ કરાવતાઃ પૂ.મોરારીબાપુ

ભાવનગરઃ પૂજ્‍ય બાપુની નિશ્રામાં પ્રતિવર્ષ  ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે  ભાદરવા સુદી એકમથી ભાદરવા સુદી પાંચમ એટલે કે ભાદરવી પડવાથી માંડીને ઋષિ પંચમી સુધી ચારે વેદનો પાઠ થાય છે. ઋગ્‍વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ એમ ચારે વેદની ઋચાઓના શાષાોક્‍ત પઠન માટે વેદપાઠી વિદ્વાન ભૂદેવોને આ દિવસો દરમિયાન અહીં સાદર નિમંત્રિત કરવામાં આવે છે. એક એક ભૂદેવ એક એક વેદનો પાઠ કરે અને પાંચમા ભૂદેવ વેદમાતા ગાયત્રીના પાઠ કરે છે. આ રીતે પાંચ બ્રાહ્મણ દેવતાઓ દ્વારા ભાદ્રપદ માસના પ્રારંભે પાંચ દિવસ માટે શ્રી હનુમાનજીની મહારાજ સમક્ષ વેદપાઠનો ઉપક્રમ અહીં યોજાતો આવ્‍યો છે.  આ સંદર્ભમાં જ પૂજ્‍ય બાપુ દ્વારા આ દિવસોમાં ‘સંસ્‍કળત પર્વ' યોજાતું રહ્યું. હવે એ ઉપક્રમ બંધ કરવામાં આવ્‍યો છે, પરંતુ  સંસ્‍કળતના વિદ્વાનને વાચસ્‍પતિ એવોર્ડ તેમજ સંસ્‍કળત વિદુષીને ભામતી એવોર્ડ પણ આપવામાં આવે છે

(11:20 AM IST)