હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિહોર-બે, પાલીતાણામાં ૧ ઇંચ : અનેક વિસ્તારોમાં મેઘાનું ત્રુટક ત્રુટક યથાવત

રાજકોટ, તા., ૬: સૌરાષ્ટ્રભરમાં હજુ પણ મેઘો કયાંક કયાંક વરસી જાય છે. ત્યારે ગઇકાલે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ૧ થી ૩ ઇંચ જેટલુ પાણી પડી ગયું છે. જે અહેવાલો નીચે મુજબ છે.
ભાવનગર
ગોહિલવાડ પંથક માં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડયો છે.
આજે સવારે છ વાગ્યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૯ મી.મી., ભાવનગર શહેર ૧૩ મી.મી. ,ઘોઘા ૧૮ મી.મી.સિહોર ૪૫મી.મી. ગારીયાધાર ૨ મી.મી. પાલીતાણા ૨૩ મી.મી.તળાજા ૩ મી.મી. ,મહુવા ૩ મી.મી. અને જેસરમાં ૫ મી. મી.વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫્રુ રહ્યું હતું .જ્યારે કવરની ઝડપ ૧૪ કિમી પ્રતિ કલાકની રહી હતી.
મોરબીમાં સાંજે ધીમીધારે કલાકમાં એક ઇંચ
મોરબીઃ જીલ્લાના હાલ વરસાદી માહોલ જામ્યો છે. સાંજે પ થી ૭ બે કલાકમાં મોરબીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ટંકારા, માળીયા મિયાણા અને વાંકાનેરમાં પણ ઝાપટા પડયા છે.
ધુનડામાં સવા ઇંચ
જામનગર પ્રતિનિધિના અહેવાલ મુજબ છેલ્લા ર૪ કલાકમાં જોડીયાના હડીયાણા-ર, બાલંભા-૯, પીઠડ-૧૯, કાલાવાડના નિકાવા-૮, ખરેડી-૮, મોટા વડાળા-પ, ભલસાણ બેરાજા-૧પ, નવાગામ-૧૦, જામજોધપુરના સમાણા-૧૪, શેઠ વડાળા-૧૩, જામવાડી-૧૮, ધુનડા-૩પ, ધ્રાફા-૧૬, પરડવા-પ, લાલપુરના પીપરટોડા-૧ર, ભણગોર-૪,મોટા બડખા-૧૦, મોડપર-૧૩ તેમજ હરીપરમાં ર૭, જોડીયામાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે.
જયારે ધ્રોલ ૭ અને લાલપુર-ર૭, જામજોધપુરમાં ૬ મી.મી. વરસાદ પડયો છે.
જામકંડોરણામાં
સવા ઇંચ વરસાદ
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણાઃ ગઇકાલે બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. કાલે સાંજના ૩ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સાંજના પ વાગ્યા સુધીમાં ૩૩ મી.મી. (સવા ઇંચ) વરસાદ પડી ગયો હતો.
કોટડા પીઠા તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં ધોધમાર ત્રણ ઇંચ
કોટડા પીઠા : બાબરા તાલુકાના કોટડા પીઠા સહીતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં બપોરનાં એક એક વાગ્યા બાદ જોરદાર વરસાદ પડેલ પાંચ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડેલ છે. કોટડા પીઠાનું ધોબીયારા તળાવ છલોછલ ભરાયેલ છે.
આટકોટમાં બે કલાકમાં
દોઢ ઈંચ ધોધમાર
આટકોટઃ ગુરુવારે બપોરે બે કલાક સુધી ધોધમાર ે દોઢ ઈંચ વરસાદ પડયો હતો ભાવનગર હાઇવે નવા એસ ટી બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાઈ હતાં તેમજ આટકોટ જ્સદણ હાઈવે પર વરસાદી પાણી ભરાઇ જતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ચાલકો ને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો લીડકડી નદી માં પુર આવ્યું પાણી આવ્યું હતું જે આ પુર બીજીવાર આવ્યું હતું ખેતરો પાણીથી તરબોળ થઈ ગયાં હતાં પણ હાઈવે પર પાણી ભરાતાં હોય તેનો કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતાં નથી જસદણ રોડ પર ટુ વ્હીલર નાં સાયન્ય સુધી પાણી ભરાઈ જાય છે (તસ્વીરઃ કરશન બામટા)
ગોંડલમાં બે ઇંચ
(તસ્વીરઃ ભાવેશ ભોજાણી)
ડોડીયાળામાં પાક નિષ્ફળ ગયો
આટકોટઃજસદણ તાલુકાના ડોડીયાળા માં પંથકમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ડોડીયાળા ગામમાં અતિ વરસાદને લીધે મરચીના પાકને ખૂબ જ નુકસાન થયું ું અને સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી પણ તેમણે માંગણી કરી હતી ખેડૂતોના ઉભો પાક જે સાવ બળી ગયો છે.
મરચીનો પાક બળી ગયેલો નજરે પડી રહ્યો છે જેમાં દવા બિયારણ મજુરી કરી છતાંય વરસાદ કારણે ઉભેલા પાક બળી ગયો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું (તસ્વીર : કરશન બામટા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
