હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી ગણેશ મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ
ગામે-ગામ ગણેશજીની મુર્તિઓનું સ્થાપન કરાશેઃ દરરોજ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

રાજકોટ, તા., ૬: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલથી શ્રી ગણપતિ મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ થશે. દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ માંગનાથ રોડ પર ચાલતી સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદીપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીની યાદી જણાવે છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ જુનાગઢની સરસ્વતી સ્કુલમાં ગણપતિ ઉત્સવની ધામધુમથી ઉજવણી ખુબ જ ઉત્સાહ સાથે કરવામાંઆવશે.
સરસ્વતી સ્કુલમાં વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન ગણેશ ચર્તુથીના દિવસે તા.૭-૯-ર૦ર૪ના રોજ ગણપતિ બાપાનું સ્થાપન, પુજન, અર્ચન તથા આરતીનું આયોજન કરવામાં આવેલ છે.
સરસ્વતી સ્કુલમાં ગણેશ ઉત્સવ દરમિયાન તા.૭-૯-ર૦ર૪થી તા.૧૭-૯-ર૦ર૪ એટલે કે ૧૧ દિવસ દરરોજ સવારે ૬.૪પ તથા સાંજે ૬.૪પ કલાકે ભવ્ય આરતી કરવામાં આવશે.
પ્રભાસપાટણ
(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ : વિશ્વપ્રસિધ્ધ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદીરમાં ગજાનન મંગલમુર્તિવાળા ભગવાન ગણેશજી બિરાજમાન છે.
એટલું જ નહિ મંદીર પરીસરમાં ઇશાન ખુણામાં કપર્દિવિનાયક મંદીર આવેલું છે. એમ કહેવાય છે કે આ મંદીર મહારાજા કુમારપાળની આજ્ઞાથી પાશુપતાચાર્ય ભાવ બ્રહ્મસ્પતિએ બનાવેલ છે. અને આ મંદીર ૮૦૦ વરસ પુરાણું છે. જેમાં ભગવાન ગણપતિ ગણનાયક-રક્ષકના રૂપમાં છે અને સ્થાનના રક્ષક દેવતા તરીકે ગણાય છે.
સોમનાથ મંદીર ટ્રસ્ટ હસ્તકના પ્રાચીન અહલ્યાબાઇ સોમનાથ મંદીર અને રામમંદીર તથા ભીડભંજન મંદીરમાં ગણપતિ દાદાની મુર્તિ બિરાજમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
