<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

પોરબંદરમાં કેન્‍સરના દર્દીઓ માટે સરકારી હોસ્‍પિટલમાં રેડીયોથેરાપી

શરૂ કરાશેઃ અર્જુનભાઇ મોઢવાડિયાની સફળ રજુઆત

પોરબંદર તા. ૬: ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્‍નોથી પોરબંદર ખાતે કેન્‍સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્‍ટર શરૂ કરવામાં આવનાર છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ કરેલ ભલામણના સંદર્ભમાં માનનીય આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રેડિયોથેરાપી સેન્‍ટર શરૂ કરવા કર્યા આદેશ કર્યો છે રેડીયો થેરાપીતનો લાભ પોરબંદર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના દરિયા કિનારાના તાલુકાઓના કેન્‍સર પિડીત લોકોને ઘર આંગણે મળશે.

ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે કેન્‍સરની સારવાર માટે રેડિયોથેરાપી સેન્‍ટર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ રેડીયોથેરાપીનો સમાવેશ કેન્‍સરના રોગની સૌથી ઉત્તમ સારવાર પદ્ધતિઓમાં થાય છે. આ રેડિયોથેરાપીમાં કેન્‍સરના કોષોને મારવા માટે રેડિયેશનનો ઉપયોગ કેન્‍સરના મોટાભાગના ઙ્કકારની સારવારમાં થાય છે, જેનાથી કેન્‍સરના કોષોનો નાશ થાય છે, પરંતુ પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના વિસ્‍તારોમાં એકપણ સરકારી રેડિયોથેરાપી સેન્‍ટર ઉપલબ્‍ધ ન હોવાથી આ વિસ્‍તારોના કેન્‍સરના દર્દીઓએ રેડિયોથેરાપી માટે રાજકોટ અથવા અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડતા હતા.

જે બાબત પોરબંદરના માનનીય ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ  આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળીને પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્‍ટર શરૂ કરવા માટે ભાલમણ કરી હતી. પત્રમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેન્‍સરના દર્દીઓનું ઙ્કમાણ સૌથી વધુ છે. આ જિલ્લાઓના દરિયા કિનારાના તાલુકાઓની અંદાજે ૧૨ થી ૧૫ લાખ વસ્‍તી માટે નજીકના વિસ્‍તારમાં કેન્‍સરની સારવાર માટે કોઈ સુવિધા ઉપલબ્‍ધ નથી. જેને ધ્‍યાનમાં લઈને પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેન્‍સર દર્દીઓ માટે પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્‍ટર શરૂ કરવામાં આવે

(12:00 PM IST)