હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિરપુર સીમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ ર૦ ખેડૂતોની વાડીમાંથી કેબલની ચોરી
તસ્કરો વિરપુરમાંથી એક બાઇક પણ ઉઠાવી ગયા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર, તા. ૬ : યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડ ઉપરના સિમ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાંથી તસ્કરોએ પાણીની મોટરના કેબલની ચોરી થતી હોવાની ફરિયાદ ખેડૂતોમાં ઉઠી છે,
યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ ઉપર આવેલ ખેતરોમાંથી ૧૫ થી ૨૦ જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો. અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદના કારણે એક તો કુદરત નો માર છે ત્યારે બીજી બાજુ ખેડૂતો એ ખેતરોના કૂવામાં તેમજ પાણીના દારમાં ઉતારેલ મોટરના કેબલ ચોરી થતાં ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે, સાથે જ અગાઉ પણ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એક વર્ષમાં ૮૦ થી ૯૦ જેટલા ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થઈ છે,સાથે જ ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ ને જાણ પણ કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતુ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા,તેમજ ખેડૂતોએ પોલીસ ને હાલ કેબલ ચોરી થઈ હોવાની રજુઆત તેમજ ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્થળ તપાસ કે પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા,સાથે ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થતી હોવાથી એક ખેડૂતને ૧૦ હજાર રૂપિયા જેવું નુકશાન ભોગવવાનો વારો આવે છે. કેબલની ચોરી તસ્કરો કરી રહ્યા છે તેના કારણે ખેડૂતોને મહેનત પણ વધી જાય છે કારણ કે કેબલ છે તે ખેડૂતોના ખેતરોના કૂવામાં કે દારમાં પાણીની મોટર અંદર હોવાથી તસ્કરો કુવા તેમજ દાર ઉપર રહેલ કેબલ કટિંગ કરીને લઈને જતા રહે છે જેથી કરીને ખેડૂતોને કુવામાંથી આખી મોટર બહાર કાઢી ફરી નવેસરથી નવા મોંઘા ભાવના કેબલની ખરીદી કરીને ફરી બધું ફિટિંગ કરીને કેબલ નાખવા પડતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે,સાથે જ તસ્કરો કેબલની સાથે ખેત મજૂરોના મોબાઈલો, વેલ્ડીંગની પેટીઓ, કેબલો સહિતની ચોરી કરીને જતા રહે છે,અને ખેડૂતોને એકબાજુ કુદરતની વરસાદી આફત અને બીજી તરફ તસ્કરોની કેબલ ચોરીથી ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.
એક તરફ સિમ વિસ્તારમાં ખેડૂતોના કેબલોની ચોરી થાય છે અને બીજી બાજુ વીરપુર ગામમાં વિરપુરના યુવા સામાજીક અગ્રણી દેવરાજભાઈ રાઠોડનું બાઈક ઘર આંગણે થી ઉપાડી જતાં તસ્કરો,જાણે વિરપુર પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ બાઈકની તસ્કરી કરી છે ચોરીના બનાવો બનતા અટકે તેમજ સિમ વિસ્તારમાં અવારનવાર કેબલ ચોરી કરતા તસ્કરોને પકડીને કડક કાર્યવાહી કરે તેવી માંગ લોકો અને ખેડૂતો કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
