<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ભુજમાં દારૂડિયાઓના સામૂહિક દંગલે ચકચાર સાથે જગાવી ચર્ચા

ડીએસપી, ક્‍લેક્‍ટર કચેરી સામે ટાઉનહોલમાં બનેલ બનાવ બન્‍યો ટોક ઓફ ધ ટાઉન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬: નેપાળી સમાજ દ્વારા ભુજના ટાઉનહોલમાં ઉજવાઈ રહેલ ત્રીજના તહેવાર દરમ્‍યાન થયેલા દંગલે ચકચાર સર્જી છે. દારૂ પીને અંદર હોલમાં બોટલો છુટી ફેંકાતા હંગામો થયો હતો. કાર્યક્રમમાં બેઠેલા મહિલાઓ, બાળકો અને અન્‍ય લોકો બહાર દોડી આવ્‍યા હતા. પીધેલા નશેડીઓએ અંદરોઅંદર ઝઘડો કરી તમાશો ખડો કરતા બહાર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે દારૂપી ધમાલ કરનાર ૧૧ દારૂડિયાઓને ઝડપી કાર્યવાહી કરી હતી. ત્રીજનો કાર્યક્રમ રદ્દ થયો હતો. ભુજમાં ડીએસપી કચેરી, ક્‍લેક્‍ટર કચેરી અને જીલ્લા કોર્ટ સામે જ આવેલ ટાઉનહોલમાં દારૂડિયાઓના સામૂહિક દંગલે દારૂબંધી સામે લોકોમાં ચકચાર સાથે ચર્ચા જગાવી છે.

(12:03 PM IST)