<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

વાંકાનેરમાં કાલે ગણેશજીની ભવ્‍ય શોભાયાત્રા

તમામ પંડાલોના ગણેશજી સ્‍થાપના પહેલા નગરયાત્રામં જોડાશેઃ સંતો-મહંતો તથા વિવિધ ધાર્મિક સંસ્‍થાઓ, રાસ-મંડળી, મહિલા ધુન-મંડળો તથા ડી. જે. પાર્ટી સાથે જીનપરા ચોકથી શોભાયાત્રા પ્રસ્‍થાન થશેઃ બેઠક યોજતા ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૬ :.. વાંકાનેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા કાલ તા. ૧૯ ને મંગળવારના રોજ શહેર તથા તાલુકાભર ગણેશ પંડાલોમાં બિરાજમાન થનાર ગણેશજી વિશાળ બળા શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ઉપરાંત શોભાયાત્રામાં જોડાયેલ તમામ પંડાલ આયોજકોને આમંત્રીત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત આ શોભાયાત્રામાં સંતો-મહંતો, વિવિધ ધાર્મિક સંસ્‍થાઓ રાસ મંડળીઓ, મહીલા ધુન મંડળો તેમજ ડી. જે.ના સથવારે શહેરના જીનપરા ચોક ખાતે આવેલ વિશ્વકર્મા મંદિર ખાતેથી સવારે ૧૦ કલાકે પ્રસ્‍થાન થશે જે શહેરના રાજમાર્ગો રસાલા રોડ, સીટી સ્‍ટેશન રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, ચાવડી ચોક, દરબારગઢ રોડ, રામ ચોક, પ્રતાપ ચોક, ગોવર્ધન નાથજીની હવેલી થઇ માર્કેટ ચોક ખાતે પહોંચશે. જયાં તમામ ધર્મપ્રેમી ભાઇઓ - બહેનો તથા ગણેશ ભકતોને શોભાયાત્રામાં જોડાયેલ સંતો-મહંતો આ ધર્મસભાને સંબોધશે.

આ શોભાયાત્રાના અધ્‍યક્ષ સ્‍થાને ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણી તેમજ સંતો-મહંતો રહેશે. આ શોભાયાત્રાને સફળ બનાવવા રાજભાઇ સોમાણી, જીતેશભાઇ રાજવીર, અમિતભાઇ સેજપાલ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, જીલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મેઘાણી, પાલીકા પૂર્વ પ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રમેશભાઇ વોરા, હકાભાઇ ધરજીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

આ શોભાયાત્રાના રૂટ પર ઠેક-ઠેકાણે ઠંડા-પીણાની વ્‍યવસ્‍થા પણ ઉભી કરવામાં આવી છે.

(12:07 PM IST)