<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કોડિયારમાં વહેલી સવારે વિજ દરોડાઃ વિજચોરોમાં ફફડાટ

સમગ્ર શહેરમાં પચીસ જેટલી વિજટીપ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૬: કોડીનાર વિસ્‍તારમાં પાવર લોસના કારણે રાજકોટ ઝોનની સૂચના અનુસાર આજે વહેલી સવારે વીજ ચેકીંગની પચીસથી વધારે ટિમો દ્વારા શહેરના જીનપ્‍લોટ,ઉના ઝાપા, રાજપૂત ચોક, શેખ ફળિયા સહિતના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજચેકિંગ હાથ ધરાયુ હતું જેમાં ૨૪૦ જેટલા વીજ કનેકશનમાં ચેકિંગ કરવામાં આવતા ૮૦ જેટલા કનેકશનમાં ગેરરીતિ માલુમ પડતા અંદાજે વીસ થી પચીસ લાખ ની વીજચોરી પકડાઈ હોવાની માહિતી પી.જી.વી. સી. એલ.નાં જુનિયર એન્‍જીનીયર એચ. વી. પરમાર દ્વારા આપવામાં પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. હજું ચેકીંગ કાર્યવાહી શરૂ હોય વધું વીજ ચોરી પકડાઈ શકે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્‍યું હતું.કોડીનાર શહેરમાં વહેલી સવારથી વીજ ચેકિંગહાથ ધરતા વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો

(12:09 PM IST)