<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસની કારને અકસ્‍માત : પોલીસ કર્મચારી ભાયાભાઇ ગોજીયાનું મોત : ૩ ને ઇજા

દ્વારકાથી અમદાવાદ હાઇકોર્ટમાં મુદતેથી પરત ફરતી વખતે બાવળા પાસે અકસ્‍માત નડયો

(કૌશલ  સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૬ :  દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસની કારને બાવળા પાસે અકસ્‍માત નડતા પોલીસ કર્મચારી ભાયાભાઇ ગોજીયાનું મોત થયું હતું જયારે અન્‍ય ૩ પોલીસ કર્મચારીઓને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

દ્વારકા જિલ્લાના દ્વારકાના ચાર પોલીસ કર્મીઓ હાઇકોર્ટની મુદતે અમદાવાદ જઇને પરત ફરતા રસ્‍તામાં બાવળા પાસે ડીવાઇડર સાથે અલ્‍ટો કાર અથડાતા અકસ્‍માતમાં દ્વારકાના પોલીસ જમાાદારનું મૃત્‍યુ થતા તથા ત્રણ પોલીસ કર્મીને ઇજાઓ થતા દ્વારકા જિ. પોલીસમાં શોકનું મોજુ છયાઇ ગયું હતું.

દ્વારકા પોલીસ સ્‍ટેશનમાં જમાદાર તરીકે નોકરી કરતા ભાયાભાઇ ગોજીયા (ભાવેશભાઇ) ઉ.વ.૩૧ વાળા તથા પોલીસમાં ફરજ બજાવતા હરપાલસિંહ, દિલીપસિંહ  તથા અળશીભાઇ ગોજીયા આ ચાર વ્‍યીકત અલ્‍ટોકાર ડીવાઇડર સાથ અથડાતા ધડાકા સાથે કાર અથડાતા ઇજાઓ જતા ભાયાભાઇનું મૃત્‍યુ થયું હતું. જયારે કારમાં બઠેલા હરપાલસિંહ, દિલીપસિંહને ઇજાઓ થઇ હતી.

બનાવની જાણ થતાં દ્વારકા જિ. પો. વડા નીતેશકુમાર પાંડે દ્વારા ત્‍યાંથી આવતા દ્વારકા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડને સ્‍થળ પર મોકલ્‍યા હતા જેઓ ઇજાગ્રસ્‍તોને હોસ્‍પીટલે લઇ ગયા હતા તથા બનાવમાં મદદરૂપ થયા હતા.

મૃતક ભાયાભાઇ (ભાવેશભાઇ) કલ્‍યાણપુર તાલુકાના બાંકોડીના આહિર પરિાવરના હતા તથા દ્વારકા નોકરી કરતા હતા તથા બે માલુમ પુત્રીઓના પિતા હતા. જેમનું મૃત્‍યુ થતા બે દિકરીઓ પિતાના છત્ર વગરની થઇ ગઇ હતી. બનાવથી બાંકોડી કલ્‍યાણપુર તાલુકામાં શોક છવાયો છે.

(12:10 PM IST)