હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના ભરતનગર ગામે ચોર સમજી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૬: મોરબી તાલુકાના ભરતનગર ગામે અજાણ્યા યુવાનને ચોર સમજી માર મારી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં જેલ હવાલે રહેલા આનંદ ભુવાને સેશન્સ કોર્ટે જામીન પર છોડી મૂકવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મોરબી નજીક આવેલા ભરત નગર ગામ નજીકની માણસને ગ્રામજનોએ પકડી રાખેલ છે આ બનાવવાની જાણ કંટ્રોલ રૂમને થતા પીસીઆર વાન દોડી ગઈ સારવાર અર્થે ૧૦૮ મારફતે મોરબીની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી ગુંજારીયા વેલજી જુગડાભાઈ સસ્તીયા તથા આનંદ વિઠલભાઈ ભુવાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થતા પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. બાદ આનંદ વિઠલભાઈ ભુવાએ મોરબી સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી.
આ અરજીના અનુસંધાને અદાલતમાં એવી રજુઆત કરી હતી કે હાલના આરોપીનું ફરીયાદમાં નામ આપવામાં આવેલું નથી કે તેઓની કોઈ ઓળખ પરેડ પણ કરવામાં આવી નથી જેથી તેઓ બનાવ સ્થળે હાજર હોય તેવું શંકાસ્પદ જણાય છે અને ફરીયાદી એ ખોટી ફરીયાદ આપી તેઓને સંડોવી દીધેલા છે તેવું જણાય આવે છે.
મરણ જનાર સાથે તેઓને કોઈ દુશ્મનાવટ નથી કે મરણ જનારને કોઈ ઈજાઓ પહોંચાડેલ હોય તેવું પણ ચાર્જશીટના પેપર્સ જોતા જણાય આવતું નથી. ઉપરોકત સંજોગોમાં કાયદાકીય પરિસ્થિતી, બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ મોરબી સેશન્સ અદાલત ધ્વારા આનંદ ભુવાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલો છે.
આ કામમાં આરોપીવતી મોરબીના એડવોકેટ જીતુભા જાડેજા તથા રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
