<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

જૂનાગઢ જિલ્લામાં જંગલ સરહદી વિસ્‍તારમાં વન્‍ય પ્રાણી સુરક્ષાને ધ્‍યાને રાખી તપાસ

જુનાગઢઃ જિલ્લામાં જંગલ સરહદી વિસ્‍તારમાં ગીર પヘમિ વન વિભાગ, પોલીસ વિભાગ, તેમજ પી.જી.વી.સી.એલ.ના સંયુકત આયોજન દ્વારા જંગલ વિસ્‍તારમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્‍યામાં જોડાયેલા હતા. આ તપાસમાં દરેક વિભાગ સાથે મળીને જંગલમાં સરહદી વિસ્‍તારમાં એકબીજાના સંકલનમાં રહી વન્‍ય પ્રાણી સુરક્ષાને ધ્‍યાને રાખી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેતર, વાળી, ફાર્મ હાઉસ, વાડી વિસ્‍તારમાં ઇલેકટ્રીક તાર ફેન્‍સીંગ, ખુલ્લા કુવાઓ, બહારના રાજય અને જિલ્લાના મજૂરોના પડાવો, ઉપરાંત રહેઠાણને તપાસ કરવામાં આવ્‍યા હતા. આ સિવાય વાહન ચેકિંગ, એસ.ટી. સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન અને શક પડતી તમામ જગ્‍યાઓમાં તપાસણી કરવામાં આવી હતી.

(1:37 PM IST)