<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

વેરાવળમાં ૮ વિઘા જમીન ઉપર કબ્‍જો કરનાર સામે લેન્‍ડગ્રેબીંગ

વેરાવળ, તા.૬: એડવાકેટ ચિરાગ કકકડે જણાવેલ હતું કે હાલ અમદાવાદ રહેતા વેપારી ગ્‍યાનચંદ ભાનશાળી તથા તેના પરીવારજનોએ તાલાલા ચોકડી રોડ ઉપર ૮ વિઘા જમીન લીધેલ હતી જેમાં છલ્લા કેટલાય વર્ષોથી હીતેષ પટાટનો કબજો હતો ઘણી વખત જમીન ખાલી કરાવવા માટે સમજાવટ કરેલ હોય માનતા ન હોય ધમકી આપતા હતા, પ્રવેશ પણ કરવા દેતા ન હતા જેથી તા.૬/૬/૨૪ના રોજ જીલ્લા કલેકટર માં લેન્‍ડગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરેલ હતી જેની તપાસમાં આ જમીન વેપારીની માલીકોની હોવાનું નકકી થતા જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજાએ લેન્‍ડગ્રેબીગ હેઠળ ગુનો નોધવા આદેશ કરેલ જેના આધારે પ્રભાસપાટણ પોલીસે ભાલપરા ના હીતેષ પટાટ વિરૂધ્‍ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ચાલીશા મહોત્‍સવ ઉજવાયો

વેરાવળ શહેરમાં સીધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ચાલીશા વ્રત શરૂઆત ભવ્‍ય રીતે થયેલ હતી અનેક પુજા અર્ચાના મંદિરમાં યોજાયેલ હતી સત્‍સંગ ભજન મહાઆરતીનું આયોજન કરાયેલ હતું પુર્ણાહુતીના દિવસે પવિત્ર જયોત વ્રતની મટકી સાથે વાજતે ગાજતે આયો લાલા ઝુલેલાલના નાદ સાથે નિકળેલ હતી જેમાં મોટી સંખ્‍યામાં ભકતજને જોડાયેલ હતા આ યાત્રા રાજેન્‍દ્ર ભુવન રોડ ઉપર આવેલ સમદ્‌ કિનારે પહોચી જયોત અને મટકી પધરાવી યાત્રા પુર્ણ થયેલ હતી.

તુર્ક સમૂહ શાદી યોજાઇ

વેરાવળ સમસ્‍ત તરક જમાત સમુહ શાદી અવસર વાડીમાં યોજાયેલ હતી જેમાં ૧૦ દુલ્‍હા દુલ્‍હને નિકાહ પઢેલ હતા કરીયાવરમાં ૪૫ જેટલી વસ્‍તુઓ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લાના અનેક આગેવાનો ઉપસ્‍થિત રહેલ હતા.

(1:39 PM IST)