<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાનું અભિવાદન

મોરબીઃજિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્‍માન સમારોહમાં હાલના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્‍થિત રહ્યા હોય રાષ્‍ટ્રીય સ્‍વંય સેવક સંઘની ભગિની સંસ્‍થા અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદનું સન્‍માન અભિવાદન કરાયું હતું. જેમાં મહાસંઘના મહિલા હોદેદારો કિરણબેન આદ્રોજા અને પ્રજ્ઞાબેને ક્રાંતિકારીની છબી અને સુભાષચંદ્ર બોઝનું જીવન કવન દર્શાવતી બુક અર્પણ કરી સન્‍માન કરાયું હતું.દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્‍યક્ષે શૈક્ષિક મહાસંઘના રાષ્‍ટ્રહિતના કાર્યો વિશે વાત કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  હંસાબેન પારધી ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા દુર્લભજીભાઈ દેથરીયા સંગઠન પ્રમુખ રણછોડભાઈ દલવાડી, કલેક્‍ટર કે.બી.ઝવેરી,જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ.પ્રજાપતિ તેમજ શિક્ષણના તમામ અધિકારી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. પરુષોત્તમભાઈ રૂપાલાએ અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યો અને કાર્યકર્તાઓને બિરદાવ્‍યા હતા.

(1:59 PM IST)