<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સાવરકુંડલાના નાના જીંજુડા ગામના બે મંદિરમાં ચોરી

મોટી રકમના સોના અને ચાંદીના ના છતર ઝુમર ચોરાયા

 સાવરકુંડલા,તા.૮ : સાવરકુંડલાના નાના ઝીંઝુડા ગામમાં આવેલા બે માતાજીના મંદિરમાં ગઈ રાત્રીતસ્કરો ત્રાટક્યા હતા અને બંને મંદિરોમાંથી માતાજીને ચડાવવામાં આવેલા સોમ/ચાંદીના છતર, ઝુમ્મર ,સિંહાસન સહીત મોટી રકમ ના મુદ્દામાલ ની ચોરી ની ઘટના બહાર આવી છે.

મંદિરોમાં ચોરી થયાની જાણ થતા સેવક સમુદાય  ભેગો થઈ ગયો હતો  અને સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ લખાવવા દોડી આવ્યા હતા  નાના ઝીંઝુડા ગામના સેવકો મા થતી વાતો મુજબ ચોરી માં આઠ થી દસ લાખ રૂપિયા ના સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાની શક્યતા રહેલી છે જોકે ખરેખર કેટલી રકમ ના સોના અને ચાંદીના દાગીના ચોરાયા છે  તે ફરીયાદ દાખલ થયા બાદ જ જાહેર થશે.

(3:18 PM IST)