<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કચ્છી ભાનુશાળી પદયાત્રી સંઘ દ્વારા આ વર્ષે પણ માતાના મઢ પદયાત્રાનું આયોજન

સંઘ ર૪ સપ્ટેમ્બરે પ્રસ્થાન કરશેઃ નામ નોંધાવા અંગે અપીલ

રાજકોટ તા. ૬ :.. શ્રી કચ્છી ભાનુશાળી પદયાત્રી સંઘ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી કચ્છ માતાના મઢે પદયાત્રાનું આયોજન કરેલ છે. પદયાત્રી સંઘ તા. ર૪-૯-ર૦ર૪, મંગળવારના સવારે ૮-૧પ કલાકે પ્રસ્થાન કરશે તો જે કોઇ ભાઇ-બહેનોને પદયાત્રામાં જોડાવવું હોય તો પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાનુશાળી અથવા શ્રી કિશોરસિંહ બી. ચુડાસમા પાસે પોતાનું નામ નોંધાવે. આ માટે કોઇ પણ જાતની ફી-ચાર્જ લેવામાં આવતી નથી.

નામ નોંધાવવાનું સ્થળ શ્રી હીંગળાજ માતાજીનું મંદિર, ૭-ગોકુળનગર, માર્કેટીંગ  યાર્ડ પાસે, રાજકોટ તથા સંપર્ક માટે સંઘપતી શ્રી કાનજીભાઇ ભાનુશાળી, મો. નં. ૯૯૭૯૧  ૮૬૩૮૪ શ્રી કિશોરસિંહ બી. ચુડાસમા, મો. નં. ૯૮૭૯૮ ૩૮૭૮૦ રખાયેલ છે

(3:21 PM IST)