<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

પ્રજ્ઞાના પીપળાને મારી શ્રધ્ધાંજલી, પ્રણામ...રામ સ્મરણ સાથે...: પૂ. મોરારીબાપુએ જામનગરના ખૂબ જ જાણીતા લેખક- વિદ્વાન લાભશંકરભાઇ પુરોહિતને શ્રધ્ધાંજલી અર્પણ કરી

જામનગરઃ જામનગરના ખૂબ જ જાણીતા લેખક અને વિદ્વાન લાભશંકરભાઈ પુરોહિત 'પૂ.લાભુદાદા'નુ અવસાન થતા આજે પૂ. મોરારીબાપુએ જામનગર ખાતે તેમના નિવાસસ્થાને  પટેલ કોલોની શેરી નંબર ૮ ખાતે  જઈને પૂ. લાભુદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે 'પ્રજ્ઞાના પીપળાને મારી શ્રદ્ધાંજલી, પ્રણામ રામ સ્મરણ સાથે...' જામનગર નિવાસી  લાભશંકર ધનજીભાઈ પુરોહિત તે અરવિંદભાઈ , ઋષિકેશભાઈ તેમજ દેવયાનીબેન જયેન્દ્રકુમર જોશી તેમજ સ્વ.ઉષાબેનના પિતાશ્રીનું તા  ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ અવસાન થયેલ છે.અરવિંદભાઈ - ૯૯૭૯૪ ૩૧૨૦૫.ઋષિકેશભાઈ - ૯૯૦૯૧ ૪૬૫૧૨ ( તસવીર અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(3:31 PM IST)