<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

૨૩૫ કરોડના ખર્ચે બનનાર ત્રંબા સોની યોજનાને મંજુરી મળતા લાભાન્‍વિંત ગામોમાં હરખની હેલી

જુદા જુદા ગામોના સરપંતો, આગેવાનો અને પ્રજાજનો દ્વારા કુંવરજીભાઇ બાવળીયાનો આભાર માનવામાં આવ્‍યોઃ તાલુકા પંચાયતના સભ્‍ય અને સરધારના યુવા આગેવાન ચેતન પાણ દ્વારા સરધાર ખાતે કુંવરજીભાઇનો અભિવાદન સમારોહ યોજાશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૬: ગઇકાલે રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા ત્રંબા સોૈની સિંચાઇ યોજનાના ૨૩૫ કરોડના કામને મંજુરીની મહોર મારતા લાંભાન્‍વિત અંદાજે ૪૧ જેટલા ગામોમાં હરખની હેલી ફરી વળી છે. આ કામ મંજુર થતા આગામી દિવસોમાં સરધાર ખાતે કુંવરજીભાઇનો અભિવાદન સમારોહ પણ યોજાશે.

રાજયના પાણી પુરવઠા વિભાગના પાણીદાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વર્ષોથી આ વિસ્‍તારના લોકોની લાગણીને સમજી ત્રંબા સોૈની સિંચાઇ યોજનાના ૨૩૫ કરોડના કામને મંજુરી આપી છે.

આ કામને મંજુર કરતા આ યોજના હેઠળ આવતા જુદા-જુદા ગામના સરપંચો અને ગ્રામજનોએ રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને આ કામની સતત કુંવરજીભાઇને ભલામણ કરતા મંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર માન્‍યો છે. જેમાં રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય અને કુંવરજીભાઇને આ કામની અવાર - નવાર રજૂઆત કરનાર અને સરધારના યુવા આગેવાન ચેતન પાણ, જીલ્લા ભાજપ અગ્રણી વાઘજીભાઇ મેવાસીયા, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન વનરાજભાઇ ગરૈયા, વેલાભાઇ મુંધવા, સરધારના સરપંચ પિન્‍ટુભાઇ ઢાંકેચા, લાખાપરના સરપંચ કેતનભાઇ કાનાણી, રાજપરા સરપંચ નરપતસિંહ જાડેજા, કોટડા સાંગાણી તાલુકાના અગ્રણી ભુપતભાઇ ચોરાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરષોતમભાઇ મેવાસીયા, હરીપરના અગ્રણી લાલજીભાઇ સખીયા, મકનપરના સરપંચ જયદિપભાઇ કુવાડીયા, હલેન્‍ડાના આગેવાન મનસુખભાઇ રોકડ, હોડથલીના ઉપસરપંચ લાલભાઇ  કુવાડીયા, નરેન્‍દ્રભાઇ ચાવડા ભુપગઢ, ઢાંઢણીના સરપંચ છગનભાઇ મેર, બાડપરના સરપંચ નિર્મળભાઇ બકુત્રા, તાલુકા ભાજપના પ્રમુખ જે. કે. પીપળીયા, મહામંત્રી હિતેશભાઇ ચાવડા, ગૌરવસિંહ જાડેજા, ભુતનાથ મહાદેવ મંદિરના સર્વે સેવકો સહિત અગ્રણીઓએ કુંવરજીભાઇનો આભાર માન્‍યો છે.

ઉપરાંત આ વિસ્‍તારના ધારાસભ્‍ય અને મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ પણ આ યોજનાને સત્‍વરે મંજૂરી મળે તે માટે કુંવરજીભાઇને ભલામણ કરી હોય ઉપરોકત આગેવાનોએ ભાનુબેન બાબરીયાનો પણ આભાર માન્‍યો છે.

આ યોજનાને મંજૂરી મળતા રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય અને સરધારના યુવા આગેવાન ચેતનભાઇ પાણ દ્વારા સરધાર ખાતે આ યોજનાના લાભાન્‍વિત ગામોના આગેવાનોને સાથે રાખી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો અભિવાદન સમારોહ યોજાશે.

(4:45 PM IST)