<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

રાજ્યમાં પ્રથમ વખત વ્યાજખોર ત્રિપુટી ભાઈ-બહેનો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી : ત્રણેયની ધરપકડ

અંજાર તાલુકામાં વ્યાજખોરી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ લેડી માફિયા રિયા અને તેના ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વ્યાજખોરી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ લેડી માફિયા રિયા અને તેના ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે. ત્રણેય આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

ત્રણેય ભાઈ-બહેન ઘણાં સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે GUJCTOC એકટ હેઠળ કાર્યવાહી થઈ હોય તેવો સંભવત પહેલો બનાવ છે.

રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાને રાખીને ત્રણેય ભાઈ બહેન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.

વ્યાજ પર નાણા ધીરનાર લોકો દ્વારા અંજારની પ્રજાને આર્થિક નુકશાની તથા માનસિક ત્રાસ આપનાર વ્યક્તિઓને કાયદાનું ભાન કરાવવાના હેતુથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. રીયાબેન ઇશ્વરગર ગુસાઇ (રહે.અંજાર) વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 કલમ-42(એ)(ડી)(ઇ) તથા 47 મુજબ ગુન્હો તા.19/09/2023ના રોજ દાખલ થયેલો હતો. તેના વિરુદ્ધ અગાઉ પણ અંજાર પોલીસ સ્ટેશનમા ગુનાઓ દાખલ થયેલા છે. રીયા વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામા આવેલી હતી.

(9:46 PM IST)