<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ગણપતિ બાપ્પા મોરિયા': ગણેશ ચતુર્થી નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર- ચુરમાના લાડુંનો અન્નકૂટ- ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

ગણેશ ચતુર્થી નિમિતે બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી : હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી

રાજકોટ તા.૭ :               વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-09-2024 ને શનિવાર- ગણેશ ચતુર્થી - ગણેશ ચોથ-ભાદરવા સુદ-૪ના રોજશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને  હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવી હતી.સાથો સાથ દાદાને ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.

              ગણેશ ચતુર્થી નિમિતે શ્રીહરિ સવારે 08:00 કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી  પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી  કરવામાં આવ્યુ હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ  તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ..

(9:26 AM IST)