<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

જામનગર જિલ્લાના સપડામા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી

જામનગર::ગણેશ ચતુર્થી નિમત્તે જામનગર જિલ્લાના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જામી છે. 

    જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામ નજીક પુરાણી માન્યતા અનુસાર સ્વયંભૂ સપડેશ્વર શ્રીસિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે દરેક ગણેશ ચતુર્થીના આગલી રાત્રે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશભક્તો પદયાત્રા કરીને પહોંચે છે, અને વહેલી સવારે પહોંચતા હોય છે.

      જ્યાં આરતીમાં જોડાઈને દર્શનનો લ્હાવો લેતા હોય છે. આ વખતે પણ શ્રધ્ધાળુઓ ગણેશ ભક્તોએ બહોળી સંખ્યામાં પદયાત્રા કરીને ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા. અને સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં પણ ભક્તો જોડાઈ રહ્યા છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(10:07 AM IST)