News of Saturday, 7th September 2024
ધારી ગીરના દિતલા ગામના હકુભાઇ ઝાલાનું સંશોધનઃ બારે માસ કેરી ખાવા મળશે
પોતાના ફાર્મ હાઉસ-નર્સરીમાં પંચરત્ન કેરીની જાત વિકસાવી

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૭: બજારમા ઉનાળામાં વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે જે આખા વર્ષમા બે થી ત્રણ મહિના સુધી બજારમા કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા મળે તે બાબત આヘર્યચકિત બાબત લાગે પણ હા હવે બારેમાસ કેરીઓનો સ્વાદ કેરીના શોખીનોને મળી શકશે તેવી શોધ ધારી ગીરના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે વિક્લ્પ શોધી કાઢયો છે.
ધારી ગીરના દીતલા ગામના ઝાલા નર્સરીમાં આજે બારેમાસ કેરીઓ મળે તેવા આંબાના વળક્ષમાં સંશોધન કરીને નવતર ઙ્કકારની કેરીઓ વિકસિત કરી છે ને આગામી દિવસોમા કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે.
દીતલા ગામના હકુભાઈ ઝાલાએ તેમના આંબાના બગીચામા પંચરત્ન કેરી ની જાત વિકસાવી છે અત્યારે બજારમા કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગઈ છે અને લોકોએ કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કેરીની સિઝન પુરી થયા બાદનો વિક્લ્પ હકુભાઇએ શોધી કાઢયો છે આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે.અમરેલી જિલ્લાની વાત કરીત તો જિલ્લામા અનેક ખેડુતો પોતાની કોઠાસુઝથી અલગ-અલગ સંશોધન કરી રહ્યા છે કેરી બારેમાસ ખવા મળે તે માટે દિતલા ગામના હકુભાઇ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી અને હરેશભાઇના કેરીના ફાર્મમાં ૧૦ જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે પરંતુ હકુભાઇને પંચરત્ન કેરી મા વધારે રસ છે કારણ કે આ કેરી કેસર કેરી કરતા પણ મીઠી છે તેવુ તેમનુ માનવુ છે.
આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા પછી પણ આ કેરી ૧૦થી ૧૫ દિવસ સુધી બગડતી નથી આવનાર દિવસોમા કેરી ઉનાળા ઉપર પાકે તે ભુતકાળ થઇ જશે અને હકુભાઇની મહેનત પાંચ વર્ષ બાદ રંગ લાવી છે તેમના આંબાના બગીચામા આંબાની ક્લમોમા આંબાના કેરી હજી પણ જોવા મળી રહ્યા છે અહી લોકો દુરદુરથી આંબાના ફાર્મમાં મુલાકાત લઇને કેરી વિષે જાણીને જાય છે તો આજુબાજુના ખેડૂતો સાથે સ્પેશ્યલ કેરીની જાત જોવા બહારથી લોકો પણ આવીને અલગ પ્રકારની વિકસાવેલ કેરીની વિવિધ જાતો પોતાના આંબાના બગીચામાં ઉછેર જોઈ અચંબિત બની જાય છે કેરીની વાત કરીએ તો કેસર કેરી ના સ્થાને બારેમાસ મળે તેવા દીવા સ્વપ્નો ભૂતકાળ બનીને પંચરત્ન કેરી નવું નઝરાણું બનીને ખાવામા અતિ મીઠી સાબિત થશે જે કેસર કેરી જેવોજ તેનો સ્વાદ આવે છે આ કેરીની છેક દિવાળી સુધી આવે છે અહી આવનારા લોકો પહેલા પંચરત્ન કેરી વિશે જાણવા માટે ભારે ઉત્સુક્તા દર્શાવી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂત હકુભાઈ ઝાલાએ પોતાની કોઠાસુઝ અને મહેનત બાદ પંચરત્ન કેરી શોધી કાઢી છે ને આવનારા દિવસોમાં પંચરત્ન કેરી કેસર કેરીનું સ્થાન લેશેને જન્માષ્ટમીથી દિવાળી સુધી આ પંચરત્ન કેરીનો સ્વાદ કેરીના શોખીનો માણી શકશે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
