<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

જોડિયાના કેશીયા ગામની દોઢ વર્ષની દીકરીનું કલેફટ લીપ અને કલેફટ પ્‍લેટનું સફળ ઓપરેશન

જામનગર તા.૭: જોડીયા તાલુકા હેઠળ સમાવિષ્ટ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બાલંભાના કેશીયા ગામમાં રહેતા અને અને ખેતરમાં કામ કરતા રમેશભાઈ ટોયટાના ઘરે તારીખ ૨૭-૧૧-૨૦૨૨ ના રોજ દીકરીનો જન્‍મ થયો હતો. આ દીકરીને તૂટેલું તાળવું અને તૂટેલા હોઠની જન્‍મજાત ખામી હતી. જે બાબત અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્‍પ ભારદ્વાજને જાણ થઈ હતી.

તેમના માર્ગદર્શન હેઠળ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.ભાયા, તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.સંજય સોમૈયા દ્વારા કેશીયા ગામની આરોગ્‍ય ટીમના એફ.એચ.ડબલ્‍યુ. આરતીબેન જાદવ અને જોડીયા તાલુકાની RBSK- રાષ્ટ્રીય બાળ સ્‍વાસ્‍થ કાર્યક્રમની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ટીમમાંથી ડો.સેજલ કરકર અને ડો.દેવજી નકુમ દ્વારા બાળકીની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી અને તેણીના પરિવારને તૂટેલું તાળવું અને તૂટેલા હોઠની જન્‍મજાત ખામી અંગે પુરતી સમજણ આપવામાં આવી હતી.

બાળકીના વાલીની મેડીકલ ટીમ દ્વારા વારંવાર મુલાકાત લેવામાં આવી હતી. ત્‍યારબાદ બાળકીનું વજન અને લોહીની ટકાવારી સારી થયા બાદ RBSK ડોક્‍ટર ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરીને રાજકોટમાં આવેલ ધ્રુવ સર્જીકલ હોસ્‍પિટલ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્‍યા હતા. તારીખ ૧૩-૦૧-૨૦૨૪ ના રોજ તૂટેલા હોઠનું ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. તેમજ તારીખ ૧૫-૦૭-૨૦૨૪ ના રોજ તૂટેલા તાળવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર સર્જરી વિનામૂલ્‍યે કરવામાં આવી હતી. (૨૨.૭)

:સંકલનઃ

જલકૃતિ કે.મહેતા

માહિતી ખાતુ જામનગર

(10:34 AM IST)