News of Saturday, 7th September 2024
જૂનાગઢની ૨ પરિણીતાને સાસરીયાનો મારકુટ કરી ત્રાસ
ફરિયાદના પગલે મહિલા પોલીસ દ્વારા તપાસ

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭: જૂનાગઢમાં ગાંધીગ્રામ સરકારી ગોડાઉન પાછળ આવેલ અમિત બંગલોમાં રહેતા ૨૫ વર્ષના પ્રિયંકાબેન ને પતિ અમિત જયંતીભાઈ ડાંગર, સસરા જયંતીભાઈ ખીમજીભાઈ ડાંગર, નણંદ સાવિત્રી અને શીતલ જયેશભાઈ વાળાએ માવતરના ઘરે નહિ રોકાવા દઈ પતિ અને સસરાએ ગાળો કાઢી હતી. તેમજ બનેએ માર મારી પરેશાન કરી હતી. એટલું જ નહીં બંને નણંદએ સસરા તથા પતિને ચડામણી કરી શારીરિક માનસિક દુઃખત્રાસ આપ્યો હોવાની ફરિયાદ પરિણીતાએ કરતા મહિલા પીઆઈ એચપી ગઢવીએ તપાસ હાથ ધરી હતી.
આવા જ એક અન્ય બનાવમાં જૂનાગઢમાં ગિરિરાજ રોડ પર આવેલ સાઈબાબા સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષના પિન્કીબેનના લગ્ન મધ્યપ્રદેશના બૈરાગઢ ગામના શ્યામ શંકરલાલ ભોજવાણી સાથે થયા હતા.ᅠ
પરંતુ લગ્નના થોડા સમય બાદ પતિ ઉપરાંત સાસુ જમનાબેન, સસરા શંકરલાલ નરોતમદાસ, જેઠ ક્રિષ્નાભાઈ અને જેઠાણી આંચલે ઘરના કામકાજ અંગે દુઃખ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમાં તે તો એક દીકરી પેદા કરી છે તું કામની આળસુ છે તેમ કહી પતિ મારકુટ કરતા હતા.
તેમજ તું મારે જોતી નથી તને છૂટાછેડા આપી દેવા છે એમ પણ કહી સ્ત્રીધનની વસ્તુઓ પણ પોતાની પાસે રાખી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ફરિયાદ થતાં જૂનાગઢ મહિલા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
