<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

એશિયાનું સૌથી ઘાતક સાબિત થયેલ ‘યાગી' વાવાઝોડુ ચીન પર ૩૦૦ કિ.મી.ની ઝડપે ત્રાટક્‍યું

ફિલીપીન્‍સ-ચીનને ધમરોળી આ વાવાઝોડુ અન્‍ય ત્રણ દેશોને પ્રભાવિત કરશેઃ વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૭: અશિયાઝ સ્‍ટ્રોન્‍ગેસ્‍ટ ટાયફન તથા ડેન્‍જરસ ટાયફૂનનું ઉપનામ મેળવી ચૂકેલા આ ઘાતક વાવાઝોડા ‘યાગી'નો ઉદભવ ફિલીપીન્‍સ નજીકના સમુદ્રમાં થયા બાદ તે ફિલીપીન્‍સ પર ત્રાટકી ફરી સમુદ્રમાં આવતા વધુ બળુકુ બનીને દક્ષીણ ચીન પર ૩૦૦ કિ.મી.ની સ્‍પીડે ત્રાટકી  બધુ ખેદાન-મેદાન કરી આગળ ધપી રહ્યુ છે. તેના ટ્રેક મુજબ તે હજુ વધુ ત્રણ દેશોને પ્રભાવિત કરશે. બાદમાં તેના છૂટા પડેલા અવશેષો છેક આપણી બંગાળની ખાડી સુધી પ્રવેશવાની શકયતા જોવા મળી રહી છે. ખાનગી વેધર સંસ્‍થા સ્‍કાઇમેટ એ પણ આ વિષે નોંધ લીધી છે.

સ્‍કાયમેટના એમડી મહેશ પલાવતે હાલતનું ચોમાસુ ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્‍ટ્રમાં મોડું વીડ્રો થશે અને આ વિસ્‍તારમાં બે દિ' સુધી ખંડવર્ષાનું જણાવેલ છે. મહેશ પલાવત અનુસાર ૧૦ સપ્‍ટેમ્‍બર બાદ રાજસ્‍થાન પાસે એન્‍ટી સાયકલોન સિસ્‍ટમ બને ચોમાસાની વિદાય રાજસ્‍થાનથી શરૂ થઇ, ગુજરાત અને બાદમાં અન્‍ય હિસ્‍સાઓમાં દર વર્ષે થતી હોય છે. પણ આ વેળા બંગાળની ખાડીમાંથી વધુ એક લો પ્રેશર સિસ્‍ટમ મધ્‍યપ્રદેશ સુધી પહોંચી પヘમિ તરફ, રાજસ્‍થાન -ગુજરાત તરફ આવનાર છે. જ્‍યારે રાજસ્‍થાન સ્‍થિત થનારી એન્‍ટી સાયકલોન કોઇ પણ સિસ્‍ટમને રાજસ્‍થાન કે ગુજરાત તરફ આવતા અટકાવે છે. પણ હાલનું આ લો પ્રેશર વધુ મજબૂત હશે તો એન્‍ટી સાયકલોનને પણ પાછળ ધકેલી ગુજરાતમાં પ્રવેશી શકે છે.

યાગી વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશ્‍યે તે કોઇ નથી સિસ્‍ટમ બનવાની સંભાવનાનો હાલ નકારી થઇ શકે તેમ નથી. બીબીસી ગુજરાતીના દિપક પણ યાગી વાવાઝોડા વિષે દર્શકોને યુ-ટયુબ માધ્‍યમે માહિતગાર કરી રહ્યા છે.  ઉપરાંત યુ-ટયુબમાં યાગી ટ્રેક સર્ચ કર્યે હાલ તેનું ઘાતક સ્‍વરૂપ ઘણી અંગ્રેજી ચેનલો લાઇવ પ્રસારણ કરી રહી છે.

(11:45 AM IST)