<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

હાલમાં નિમણુંક પામેલા ઇલેકટ્રીક આસિસ્‍ટન્‍ટના પગાર ધોરણમાં તાકિદની અસરથી સુધારોઃ વીજ બોર્ડનો પરિપત્ર

દરેકના પગારમાં ૪ થી પ હજારનો વર્ષ મુજબ વધારોઃ બીજ બોર્ડનો આભાર વ્‍યકત કરતા કર્મચારીઓ નિમણુંક પામેલા કર્મચારીઓમાં ખુશાલીની લહેર : ગણપતિ મહોત્‍સવમાં જ બાપાએ ભેટ આપ્‍યાની લાગણી

રાજકોટ, તા. ૭ :  જેટકોના અધિક્ષક ઇજનેર વી.કે. વરસડાએ મહત્‍વનો પરિપત્ર ગઇકાલે બહાર પાડી કચેરી દ્વારા હાલમાં નવા નિમણુંક આપવામાં આવેલ વિદ્યુત સહાયક ઇલેકટ્રીક આસીસ્‍ટન્‍ટના નિમણુંક પત્રમાં કોલમ નં. ૦રમાં ૦૩ (ત્રણ) વર્ષના સમયગાળા માટે પ્રથમ વર્ષ માટે રૂા. ૧૪૦૦૦ બીજા વર્ષ માટે રૂા. ૧પપ૦૦/- અને ત્રીજા વર્ષ માટે રૂા. ૧૭૦૦૦ માસિક મહેનતાણું દર્શાવેલ છે. જે જીયુવીએનએલના પરિપત્ર પ્રમાણે પગાર ગણાવાનો રહેશે જે પ્રથમ વર્ષ માટે રૂા. ૧૮ર૦૦ બીજા વર્ષ માટે રૂા. ર૦૧પ૦ અને ત્રીજા વર્ષ માટે રૂા. રર૧૦૦ મુજબ ચુકવવાનો રહેશે. આ પરિપત્રની નવા નિમણુંક આપવામાં આવેલ વિદ્યુત સહાયક ઇલેકટ્રીક આસીસ્‍ટન્‍ટને જાણ કરવી તેમજ તેઓની પી.એફ.માં રાખવી તેમ સુચના અપાઇ છે.  પરિપત્ર જાહેર થતા જ નિમણુંક પામેલા ઇલકેટ્રીક આસિસ્‍ટન્‍ટોમાં ભારે આનંદ છવાયો છે, ગણપતિ મહોત્‍સવ આજથી શરૂ થયો અને વિધ્‍વહર્તાએ આર્શીવાદ વરસાવ્‍યાનું અનુભવી તમામે એક બીજાના મોટા મીઠા કરાવી વીજ બોર્ડનો આભાર વ્‍યકત કર્યો હતો, અધીકકાીરીઓનો પણ આભાર વ્‍યકત કરાયો હતો.

(11:48 AM IST)