News of Saturday, 7th September 2024
કાલાવડના સપડા પાસે ઓટો રીક્ષા ચાલકે રાહદારીઓને હડફેટે લીધા
જસદણ તાલુકાનાં ગોખલાણા ગામે રીપેરીંગ બાદ પ્રથમ ચોમાસામાં જ તળાવ લીકેજ થયું

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૭: ગોખલાણા ગામે ગામડા કક્ષાનું તળાવ અંદાજે ૪૫ થી ૫૦ વર્ષ પહેલા બન્યું હતું. આ તળાવનું રીપેરીંગ ચાર મહિના પૂર્વે ઉનાળામાં કરવામાં આવ્યું હતું. રૂપિયા ૫૮ લાખના ખર્ચે જૂન ૨૦૨૪ માં આ તળાવનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ રીપેરીંગ કામમાં થયેલી નબળી કામગીરીને કારણે રીપેરીંગ બાદ પ્રથમ ચોમાસામાં જ તળાવ લીકેજ થયું છે. તળાવના પાળાની નીચેનાં ભાગમાંથી મોટા પ્રમાણમાં પાણી લીક થઈને નીકળી જાય છે. આ તળાવમાં અંદાજે ૨૫ ફૂટ જેટલું પાણી ભરેલું છે અને જન્માષ્ટમીના દિવસથી જ લીકેજ થઈ રહ્યું છે. રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને ગોખલાણાના પૂર્વ સરપંચ ગટુભાઈ ગીડાએ જ્યારે જુન માસમાં રીપેરીંગ કામગીરી શરૂ હતી ત્યારે જ આ તળાવના રીપેરીંગની કામગીરી નબળી થતી હોવાની સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, રાજકોટ કલેકટર, મુખ્યમંત્રી, જિલ્લા પંચાયત, પાણી પુરવઠા મંત્રી, મુખ્ય સચિવ સહિતના લેખિત રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆત ધ્યાને નહીં લેતા અને નબળી કામગીરી થતાં અત્યારે તળાવ લીકેજ થઈ રહ્યું છે. હવે જો આ જ રીતે લીકેજ ચાલુ રહેશે તો આગામી એક મહિનામાં તળાવ સંપૂર્ણ ખાલી થઈ જાય તેમ છે. તળાવનું લીકેજ તાત્કાલિક અટકાવીને ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા ગટુભાઈ ગીડાએ માંગણી કરી છે.(
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
