<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

રોકાણ કરવાનું કહી માળીયાહાટીના લોકો સાથે ૧૨.૫૦ લાખની છેતરપિંડી

જૂનાગઢના વિજય ભલાણી સહિત ૨ સામે પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ : રોકાણ કરવાનું કહી માળીયાહાટીનાના લોકો સાથે ૧૨.૫૦ લાખની છેતરપિંડી કર્યાની જૂનાગઢના વિજય ભલાણી સહિત ૨ સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં પટેલ સમાજની બાજુમાં રહેતા ડો. રમણભાઈ ડાયાભાઈ સુતરીયા ઉ. વ.૫૪ને જૂનાગઢના વિજય ભલાણી નામના ઈસમે હું ફોર એક્‍સ નામની કંપની ધરાવું છું. તેમાં તમે રોકાણ કરો તો રૂપિયા પાંચ લાખની સામે મહિને ૫૦,૦૦૦નું વળતર આપવાની ખાતરી આપી હતી.

આમ ઇસમના ડોક્‍ટર તેમજ અન્‍યને વિશ્વાસમાં લઈ દિનેશ બોઘા ગીનોયા નામના શખ્‍સના નામનું બેન્‍ક એકાઉન્‍ટ નંબર આપ્‍યું હતું. જેમાં ડોક્‍ટરે રૂપિયા પાંચ લાખ અને બીજી બે વ્‍યક્‍તિએ રૂપિયા ૭.૫૦ લાખ જમા કરાવી હતી. પરંતુ થોડા દિવસ બાદ કંપની બંધ કરી દઈ કુલ રૂપિયા ૧૨.૫૦ લાખ પરત નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ તબીબે ગઈકાલે નોંધાવતા માળીયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

વધુ તપાસ મહિલા પીએસઆઇ એસ. આઇ. સુમરા ચલાવી રહ્યા છે.

(12:07 PM IST)