<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સાવરકુંડલાના નાના જીંજુડા ગામના બે મંદિરમાં ચોરી

તસ્‍કરો મોટી રકમના સોના, ચાંદીના છત્તર, ઝુમ્‍મર સાથે સિંહાસન, માતાજીના ફળા, મૂર્તિ પણ લઇ ગયા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૭ : સાવરકુંડલાના નાના ઝીંઝુડા ગામમાં આવેલા  માતાજીના બે મંદિરમાં તા.૫/૯/ ની રાત્રી દરમ્‍યાન તસ્‍કરો ત્રાટકયા હતા અને બંને મંદિરોમાંથી માતાજીને ચડાવવામાં આવેલા સોના - ચાંદીના છતર, ઝુમ્‍મર, સિંહાસન સહીત મોટી રકમના મુદ્દામાલની ચોરીની ઘટના બહાર આવી છે.મંદિરોમાં ચોરી થયાની જાણ થતા સેવક સમુદાય  ભેગો થઈ ગયો હતો  અને સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ લખાવવા દોડી આવ્‍યા હતા. નાના ઝીંઝુડા ગામના સેવકો મા થતી વાતો મુજબ ચોરી માં મોટી રકમ ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરાયા હોવાની શકયતા રહેલી છે. રૂરલ પોલીસમા નાના ઝીંઝુડા ગામના શંભુભાઈ મોહનભાઈ પાટડીયા એ પાટડિયા પરિવારના કુળદેવીનું મંદિર તથા નજીકમાં આવેલા કલાણીયા પરિવારના કુળદેવીના મંદિરમાં  તા.૫/૯/ ની રાત્રી દરમિયાન કોઈ શખ્‍શો મંદિરમાં પ્રવેશી સોના, ચાંદીના છતર, જુમ્‍મર, બુટી, સિંહાસન , ફળા અને દાનપેટીમાં રહેલી રોકડ રકમ મળી આશરે એક લાખ પંચોતેર હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ રૂરલ પોલીસમાં નોંધાવતા.  એફ.એસ.એલ. અને ડોગ સ્‍કોડ ની મદદથી પી.એસ.આઈ. આર.એલ. રાઠોડે તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમાં ચોરીની ઘટના બનતા ગ્રામવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે

(12:27 PM IST)