<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ધ્રોલમાં જાહેર રજામાં પણ ખાનગી સ્‍કૂલો ખુલ્લી રહીઃ ચેકિંગ ટુકડીઓ ત્રાટકતા દોડધામ

જામનગર શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરતા શાળા સંચાલક મંડળમાં ભાગદોડ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૭: રાજય સરકારના શિક્ષણ વિભાગે આજે જાહેર રજા કરેલ હોવા છતાં ધ્રોલની ખાનગી સ્‍કુલો ધમધમતી હોવાના પગલે જામનગર શિક્ષણ વિભાગે ચેકીંગ હાથ ધરતાં ખાનગી શાળા સંચાલક મંડળમા ભાગદોડ મચી ગઇ હતી.

ધ્રોલમા ખાનગી સ્‍કૂલમા આજે ગણેશ ચતુર્થીની સરકાર દ્રારા જાહેર રજા જાહેર કરી હતી પરંતુ ધ્રોલ ની લગભગ સ્‍કૂલો આજે ખુલ્લી હોવાના સમાચાર મળ્‍યા હતા પરંતુ ચેકીંગ ટુકડીઓ ત્રાટકતા ધડાધડ તમામ ખાનગી સ્‍કુલો બંધ કરવામા આવી હતી અને ભાગદોડ મચી ગઇ હતી.

આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેતાએ જણાવ્‍યું હતુ કે હાલ ટીમ દ્વારા આ બાબતે ચેકીંગ હાથ ધરેલ છે.

(12:31 PM IST)