<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવતઃ હળવા- ભારે ઝાપટા

રાજકોટ તા.૭: સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવા ભારે ઝાપટા વરસી જાય છે. જો કે વાતાવરણમાં અસહય ઉકળાટ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૫.૫, મહતમ તાપમાન ૩૨.૫, ભેજનું પ્રમાણ ૯૫%, પવનની ગતી ૭.૮ કિ.મી. રહી છે. માત્ર જોડીયામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

(1:39 PM IST)